કાટમાળમાંથી વધુ મૃતદેહો મળી આવતા ગાઝામાં મૃત્યુઆંક ૪૮,૨૦૦ને પાર

(એજન્સી)                               તા.૧૨
પેલેસ્ટીની ડોક્ટરો અને બચાવ ટીમોએ ગાઝા પટ્ટીમાં કાટમાળમાંથી વધુ આઠ મૃતદેહોને બહાર કાઢ્યા છે, આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું  કે, ઓકટોબર ૨૦૨૩થી ઇઝરાયેલના નરસંહાર યુદ્ધમાં મૃત્યુની કુલ સંખ્યા ૪૮,૨૧૯ થઈ ગઈ છે. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મૃતકોમાં છેલ્લા ૨૪ કલાકમાં ઈઝરાયેલના ગોળીબારમાં મૃત્યુ પામેલા ત્રણ પેલેસ્ટીનીઓનો સમાવેશ થાય છે. મંત્રાલયના જણાવ્યાં અનુસાર, ૧૦ ઘાયલ લોકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે ઇઝરાયેલના હુમલામાં ઘાયલ લોકોની સંખ્યા ૧૧૧,૬૬૫ પર લાવે છે. મંત્રાલયે જણાવ્યું કે ‘ઘણા પીડિત લોકો હજુ પણ કાટમાળ નીચે અને રસ્તાઓ પર ફસાયેલા છે કારણ કે બચાવ ટીમો તેમના સુધી પહોંચવામાં અસમર્થ છે. ગાઝામાં ૧૯ જાન્યુઆરીથી યુદ્ધવિરામ સમજૂતી અમલમાં છે, જે ઇઝરાયેલી યુદ્ધને અટકાવે છે જેણે પેલેસ્ટીની પ્રદેશમાં વ્યાપક વિનાશ અને તબાહી સર્જી છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગાલાન્ટ વિરૂદ્ધ ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ઈઝરાયેલને ઈન્ક્લેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks