કાનપર પાટિયા પાસે ગોઝારા અકસ્માતમાં પાંચના ઘટના સ્થળે મોત : એક ગંભીર

સુરેન્દ્રનગર, તા.૪
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે આવેલ કાનપર ના પાટીયા પાસે અકસ્માતમાં જ ઘટનાસ્થળે પાંચથી વધુ લોકોના મોત નિપજ્યા છે અને અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતા લીમડી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે
અકસ્માત માં મહિન્દ્રા કંપની ની એક્સ યુ વી કાર ખંભાળીયા થી ગાંધીનગર જઈ રહી હતી ત્યારે લીંબડી પાસે આવેલ કાનપર ના પાટીયા પાસે મધ્ય પ્રદેશ નો ટ્રક નંબર એમપી ૯ એચજી ૨૧૫૮ કાનપર ના પાટીયા પાસે બંધ હાલતમાં પડેલ હતો ત્યારે આ ટ્રક ડ્રાઈવર દ્વારા રિપેર કરવામાં આવતો હતો તે સમયે ખંભાળીયા થી ગાંધીનગર જતી કાર આ ટ્રક સાથે ધડાકાભેર પાછળના ભાગે અથડાઈ હતી.
ત્યારે અચાનક આ કાર પાછળના ભાગે અથડાતા ઘટનાસ્થળે જ પાંચ વ્યક્તિના મોત નિપજ્યા હતા અને અન્ય વ્યક્તિને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લીંબડી અમદાવાદ નેશનલ હાઇવે ફરી ગોઝારો બન્યો હતો.ત્યારે લીંબડી બગોદરા હાઈવે પર કાનપરા નજીક અકસ્માતમાં ચાર વ્યક્તિનાં મોત ના પગલે જિલ્લા માં અરેરાટી ફેલાઈ છે.
અકસ્માતની જાણ પાણશીણા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અને ઈજાગ્રસ્તો બન્ને ને હોસ્પિટલ ખસેડાયા છે.અને ડેડ બોડી ને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે..
મૃતકો ના નામમાં ૧ કલ્યાણભાઈ પરષોતમભાઈ વરિયા, કંચન બેન કલ્યાણભાઈ વરિયા, ભરતભાઇ કલ્યાણભાઈ, ત્રણેય રહે. જામ ખંભાળિયા (જામ નગર), સુમેરસિંહ આત્મારામ ( ધાર. મધ્ય પ્રદેશ ટ્રક ડ્રાઈવર), ગોવિંદભાઈ કટારા (ધાર. મધ્ય પ્રદેશ ક્લિનર)ના સમાવેશ થાય છે જ્યારે માધવજી સવજીભાઈ રહે જામ ખંભાળીયા)ને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks