કારગિલમાં નવા રાજકીય ગઠબંધન સાથે રાજ્યનો સંપૂર્ણ દરજ્જો આપવા માટેની માગણી બળવત્તર બની કારગિલ ડેમોક્રેટિક અલાયન્સે ઓમર અબ્દુલ્લા સાથે પ્રથમ બેઠક યોજી અને અનુચ્છેદ-૩૭૦ના પુનઃ સ્થાપનની માગણી કરી

 

(એજન્સી) તા.૧
કારગિલ ડેમોક્રેટિક અલાયન્સની રચના સાથે લદ્દાખમાં એક નવુ રાજકીય બળ ઊભુ થયું છે. ૨૯,ઓક્ટો.ના રોજ પ્રદેશના જુદા જુદા રાજકીય અને ધાર્મિક પક્ષોના સમન્વયરૂપે કારગિલ ડેમોક્રેટિક અલાયન્સની રચના કરાઇ હતી અને પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલા સાથે તેની પ્રથમ બેઠક યોજાઇ હતી.
ઓમરે ગુપકર ડેક્લેરેશન માટે પોલિટિકલ અલાયન્સના પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. કારગિલ અલાયન્સના સહઅધ્યક્ષ અઝગર અલી કરબલાઇએ જણાવ્યું હતું કે અમે ઓમર અબ્દુલ્લાના વડપણ હેઠળ ગુપકર અલાયન્સ સમક્ષ અમારા મંતવ્યો રજૂ કર્યા હતાં અને તેમની ભાવિ યોજના અંગે વિગતોની માગણી કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કેટલીક બાબતો પર કારગિલ ગુપકર અલાયન્સ સાથે સંપૂર્ણપણે સંમત છે.અમારી માગછી છે કે અનુચ્છેદ ૩૭૦ અને અનુચ્છેદ ૩૫-એનું પુનઃ સ્થાપન કરીને રાજ્યનો દરજ્જો ફરી પ્રાપ્ત થવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે કારગિલ પ્રદેશમાં લોકોએ અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યના બે કેન્દ્રશ્સિત પ્રદેશોમાં વિભાજનનો વિરોધ કર્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ગુપકર અલાયન્સની માગણી છે કે કારગિલ અલાયન્સ તેમના પ્રતિનિધિ ગુપ્કર અલાયન્સમાં મોકલે. અમે આ દરખાસ્ત પર વિચારણા કરી રહ્યાં છીએ.તેમણે જો કે જણાવ્યું હતું કે લેહના જુદા જુદા રાજકીય અને ધાર્મિક સંગઠનોનું બનેલ પીપલ્સ મુવમેન્ટ ફોર સીક્સ્થ શિડ્યુલ દ્વારા કારગિલ ડેમોક્રેટીક અલાયન્સના મળવાની ઇચ્છા વ્યક્ત કરાઇ છે. કરબલાઇએ જણાવ્યું હતું કે થોડા દિવસ બાદ અમારી મિટીંગ છે પરંતુ સિક્સ્થ શિડ્યુલ પર અમારો મત સ્પષ્ટ છે. અમો આ માગણીને સમર્થન કરી રહ્યાં નથી. જો તે આપવામાં આવશે તો પણ તમામ કારોબારી સત્તાઓ લેફ.ગવર્નરના હાથમાં રહેશે અને અમે છેલ્લા એક વર્ષમાં બ્યુરોક્રેટિક રાજ હેઠળ અપમાનજનક રીતે રહેવાનો અનુભવ કર્યો છે. જ્યારે સમગ્ર રાજ્યનો દરજ્જો મળવાથી આપણું પોતાનું વિધાનગૃહ, આપણા પોતાના મુખ્યપ્રધાન હશે. કાયદા ઘડવા અને સુધારવાની સત્તાઓ પણ મળશે અને આથી આપણે બ્યુરોક્રેટની દયા પર નહીં હોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks