નવી દિલ્હી, તા.૧૩
આઈપીએલની આગામી સીઝન માટે ર૭ અને ર૮ જાન્યુઆરીએ ખેલાડીઓની હરાજી થવાની છે. આ હરાજીમાં જો તમને એક એવા ગુમનામ નામ સાંભળવા મળે જેના પર પૈસાનો વરસાદ થાય તો એમાં કોઈ આશ્ચયની વાત નથી આપણે વાત કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના વિસ્ફોટક બેટ્સમેન મંજૂર એમદ ડારની જેને જમ્મુ-કાશ્મીરનો સિકસર કિંગ પણ કહેવામાં આવે છે. ર૪ વર્ષીય મંજૂરની તાકાત એ છે કે તે લાંબી લાંબી સિકસર મારવાની કાબેલિયત ધરાવે છે આજ કારણ છે કે તે મિસ્ટર ૧૦૦ મીટર સિકસર કીંગના નામની પણ ઓળખાય છે ૬ ફૂટ બે ઈંચની લંબાઈ અને ૮૪ કિલો વજનવાળો મંજૂર એક વેટલીફટરની સાથે સાથે કબડ્ડીનો ખેલાડી પણ રહી ચૂક્યો છે કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના સોનાવરી ગામનો મંજૂર ના ફક્ત લાંબી સિક્સર ફટકારવાની ક્ષમતા ધરાવે છે પણ તે લાંબી ઈનિંગ પણ રમી શકે છે તેની આ ક્ષમતાને જોતા આ વાતની આશા થઈ રહી છે કે આઈપીએલમાં તેના ઉપર ટીમો મોટો દાવ લગાવી શકે છે.