કાશ્મીર, હિમાચલમાં હિમવર્ષા જારી : ઉત્તર ભારત ઠંડુગાર

શ્રેણીબદ્ધ ટ્રેનો રદ કરવા માટે નિર્ણય કરાયો
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસની સ્થિતિ જોવા મળી રહી છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદર જોવા મળી રહી. કેટલાક મેદાની ભાગોમાં પણ પારો શુન્ય સુધી પહોંચી ગયો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કેટલાક જિલ્લામાં ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે ભેખડ ધસી પડે તેવી ચેતવણી જારી કરવામાં આવી છે. કાશ્મીરમાં કેટલીક રાહત મળી છે. કારણ કે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવેને સત્તાવાળાઓએ ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. આની સાથે ખીણ અને દેશના અન્ય ભાગો ફરી સંપર્કમાં આવ્યા છે. હાલમાં કેટલીક જગ્યાએ બરફના કારણે રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી. જો કે ઊંચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. કાશ્મીર ડિવિઝનમાં લોકોની હાલત કફોડી બનેલી છે. લદાખ પ્રદેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અને ગુલમર્ગ ખાતે તાપમાન માઇનસમાં છે. સ્કી રિસોર્ટ તરીકે લોકપ્રિય ગુલમર્ગમાં પારો માઇનસ ૯.૮ સુધી નીચે પહોંચી ગયો છે. જ્યારે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસ ૬.૮ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. લેહમાં માઇનસ ૮.૫ ડિગ્રી તાપમાન રહ્યું છે. કારગીલમાં માઇનસ આઠ ડિગ્રી તાપમાન રહ્યું છે. શ્રીનગરમાં માઇનસ ૧.૫ ડિગ્રી તાપમાન રહ્યુ છે. હિમાચલપ્રદેશમાં પણ એવી જ સ્થિતિ થયેલી છે. હિમવર્ષા અને વરસાદના કારણે પારો માઇનસમાં પહોંચી ગયો છે. કેલોગ, કાલ્પા અને મનાલીમાં તાપમાન માઇનસ ૬.૩ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. કેલોગ અને ભારમોરમાં હિમવર્ષા થઇ છે. હિમવર્ષાના કારણે ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ધુમ્મસની ચાદર છવાયેલી છે. મોટી સંખ્યામાં ટ્રેન રદ કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા અને વરસાદના કારણે ઠંડીમાં એકાએક વધારો થયો છે. બીજી બાજુ ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. તાપમાનમાં ઘટાડો થવાના કારણે લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. બીજી બાજુ બન્ને રાજ્યોમાં કેટલીક જગ્યાએ લઘુતમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. કેટલીક જગ્યાએ માઇનસમાં તાપમાન પહોંચી ગયું છે. ભારે હિમવર્ષાના કારણે કેટલાક રસ્તાને બંધ કરી દેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. મંગળવારના દિવસે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને મુગલ રોડને બંધ કરી દેવાની ફરજ પડી છે. જો કે હવે રાજમાર્ગને ખોલી દેવામાં આવતા લોકોને રાહત થઇ છે. ઉત્તરીય કાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમાં સતત હિમવર્ષા થઇ રહી છે. જ્યારે મેદાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદના કારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ સતત હિમવર્ષા જારી છે. રાજૌરીના પીર પંજાલ રેંજમાં પણ સતત હિમવર્ષા થઇ રહી છે. અહીં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણ અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સ્તિત સોલાંગ ખીણમાં હિમવર્ષા થઇ છે. શિમલા વિસ્તારમાં પણ હિમવર્ષા થઇ રહી છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને હિમવર્ષા જારી રહેતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી અને ધુમ્મસના પરિણામ સ્વરૂપે ૨૫થી વધુ ટ્રેનો રદ્દ કરવામાં આવી ચૂકી છે. ટ્રેનો રદ થવાના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં યાત્રીઓ અટવાઈ પડ્યા છે. હજુ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks