કાસગંજ તોફાનો દરમિયાન બંદૂકો લઇ ફાયરિંગ કરતા દેખાતા હિંદુ યુવાનોના નવા વીડિયોની પોલીસ તપાસ શરૂ

(એજન્સી) કાસગંજ, તા. ૩૧
ઉત્તરપ્રદેશ પોલીસ કાસગંજ હિંસાના વધુ એક વીડિયોની તપાસ કરી રહી છે. વીડિયોમાં કથિક હિંદુ યુવકો કાસગંજના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં દેખાઇ રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો ૨૬મી જાન્યુઆરીની સવારનો છે. અહેવાલો અનુસાર આ વીડિયોને સ્થાનિક તેહસીલ કાર્યાલય પરથી શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં યુવકો હાથમાં તિરંગો તથા લાકડીઓ-ડંડા લઇને જતા દેખાઇ રહ્યા છે. વીડિયોના કેટલાક ભાગમાં ફાયરિંગના અવાજ પણ સંભળાઇ રહ્યા છે. અહેવાલો અનુસાર પોલીસ આ અંગે નવી દિશામાં પણ તપાસ કરી રહી છે.
કાસગંજમાં ગણતંત્ર દિવસે એક યુવકની હત્યા બાદ હિંસા ફેલાઇ હતી. ટોળાએ ત્રણ દુકાનો, બે બસો અને એક કારને આગને હવાલે કરી દીધી હતી. જિલ્લા વહીવટીતંત્ર અનુસાર તેમણે તંગદિલી ઓછી કરવા માટે ઘણા પગલાં ભર્યા છે. રાજ્ય સરકારે અહીં જિલ્લાના પોલીસ અધિક્ષકની બદલી કરી દીધી છે. વીડિયોમાં ફાયરિંગનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાઇ રહ્યો છે. નામ ન આપવાની શરતે પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, આ એજ જગ્યા છે જ્યાં ચંદન ગુપ્તાને ગોળી મારવામાં આવી હતી. એક અખબારના અહેવાલ અનુસાર ૫૦થી વધુ યુવકો પાસે તિરંગો હતો અને તેમાંથી બે પાસે રિવોલ્વર પણ હતી જ્યારે અન્ય પાસે લાકડીઓ તથા ડંડા હતા. ટોળામાંથી કેટલાક લોકો મુસ્લિમ વિસ્તાર તરફ પથ્થરમારો કરી રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks