કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત જંબુસર તાલુકામાં ખેતપાકને થયેલ નુકસાનનો સર્વે કરાવી વળતર ચૂકવો

 

(સંવાદદાતા દ્વારા)
જંબુસર,તા.૩૧
જંબુસર કિસાન કોગ્રેસ સમિતિ ચેરમેન દિલિપભાઇ પટેલની અધ્યક્ષતામા ઇન.મામલતદાર કમલેશ પટેલને આવેદન આપવામા આવ્યુ જેમા જણાવ્યુ હતુ કે જંબુસર તાલુકાનાં ખેડૂતોને અત્યારની ચાલુ સિજનમાં સતત અનરાધાર વરસાદ પડવાને કારણે ખેતી પાકો, કપાસ, તુવેર, બાજરી, તલ, મગ, અરદ વગેરે પાકોમાં તાલુકાનાં ગામોમાં સદંતર પાકો નિસફળ ગયેલ છે. સતત થયેલા વરસાદ અને પાણીના ભરાવાની સમસ્યાને કારણે તાત્કાલિક ધોરણે જંબુસર તાલુકાના દરેક ગામમાં ખેતી પાકોનું જે નુકશાન થયેલ છે તેનો જલદી થી સર્વે કરાવી દરેક ખેડૂતોને વહેલમાં વહેલી તકે વળતરની રકમ મળે એવી વ્યવસ્થા કરવા અપીલ છે. છેલ્લા દોઢ માસથી સતત અનરાધાર વરસાદ પડવાથી ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. પાણીનો કોઈ જાતનો નિકાલ નથી છેલ્લા કેટલાક વર્ષોથી પાણીના નિકાલનાકાં શોની સફાય થઈ નથી જેના કારણે આ પાણીનો ક્યારે નિકાલ થશે એ નક્કી નથી જેથી શિયાળુ પાકોનું વાવેતર પણ ખેડૂતો કરી શકશે નહી, અત્યાર સુધીની આ સિજનના ગાળામાં દરેક ખેડૂતોએ મોઘા ભાવના બિયારણ,મોઘું ડીઝલ વાપરીને કરેલી જમીન ખેડ,પાકોમાં કરાવેલું નિંદામણ, મોઘા ભાવના વાપરેલાં ખાતરો, મોઘા ભાવની વાપરેલી દવાઓ, અને ખેતી કાર્યોની થયેલી ખેત મજૂરી એમ દરેક ખેડૂતોને ભારે ખેતી ખર્ચ થયેલ હતો. જે આ અનરાધાર સતત વરસાદને કારણે નુકશાનીમાં ગયેલ છે અને હવે બીજો આનાથી પણ વધારે ખેતી ખર્ચ કરીને નવી ખેતી ખેડૂતો ઉભી કરી શકે તેમ નથી. અમારા તાલુકાનાં ખેડૂતોને તાત્કાલિક વળતર મળે એવી અપીલ છે .આવેદનપત્ર આપવા જંબુસર તાલુકા કિસાન કોંગ્રેસ સમિતી ચેરમેન દિલીપભાઇ પટેલ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ અગ્રણી નવીનભાઇ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવ સહિત ખેડૂત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks