કુલ સંક્રમિતોનોે આંકડો ૨૬ લાખને પાર, મૃત્યુઆંક ૫૧,૨૪૩ દેશમાં કોરોનાનો કહેર યથાવત્‌ : એક દિવસમાં ૫૭,૯૮૧ કેસ, ૯૪૧નાં મોત

 

મહારાષ્ટ્રમાં કોરોના કેસો છ લાખને પાર, ૨૦ હજારનાં મોત, આંધ્રપ્રદેશમાં કેસો ત્રણ લાખની નજીક, યુપીમાં ૧.૫૮ લાખ કેસ •કુલ કેસો ૨૬,૬૭,૦૪૩, રિક્વર સંખ્યા ૧૯.૩૮ લાખ અને એક્ટિવ કેસ ૬.૭૬ થયા, બંગાળમાં ્‌સ્ઝ્ર ધારાસભ્યનું નિધન

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દેશમાં કોરોના કહેર યથાવત છે કોરોનાએ અત્યાર સુધીમાં ૫૧ હજાર લોકોનો ભોગ લીધો છે. જ્યારે ૨૬ લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. કોરોનાનાં હાલમાં ૬.૭૬ લાખ કેસ એક્ટિવ કેસ છે.જ્યારે કોરોનાથી ૨૦ લાખ જેટલા લોકો સાજા થયા છે. કોરોનાથી મોતનો મૃત્યુદર ૨ ટકાથી ઓછો થઈ ગયો છે જ્યારે રિકવરી દર ૭૨.૫૧ ટકા થઈ ગયો છે. દેશભરમાંથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૫૭,૯૮૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ હવે આ ઘાતક વાયરસથી અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને ૨૬,૪૭,૬૬૩ થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાં કોરોનાના ૯૪૧ દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો વધીને ૫૧,૨૮૦ થઈ ગયો છે. જો કે દેશમાં ૧૯,૩૯,૪૫૪ લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે ૬,૭૬,૭૩૩ લોકો હજુ સારવાર હેઠળ છે. આઇસીએમઆરના જણાવ્યાં મુજબ દેશમાં ૧૬ ઓગસ્ટ સુધીમાં કુલ ૩,૦૦,૪૧,૪૦૦ નમૂનાનું પરિક્ષણ થયું છે. જેમાંથી ૭,૩૧,૬૯૭ નમૂના રવિવારે પરિક્ષણ કરાયા. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ ૭થી ૮ લાખ નમૂનાનું પરિક્ષણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને ૭૨.૫૧ ટકા થઈ ગયો છે. મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાથી ઠીક થનારાનો દર હવે ૯૦.૧૫ ટકા થયો છે. દાવો છે કે જેટલા પણ લોકો દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે તેમાંથી ૯૦ ટકાથી વધુ લોકો સાજા થઈ રહ્યાં છે. હવે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર ૬.૦૮ ટકા થયો છે. દિલ્હીમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી ફક્ત ૭.૦૯ ટકા જ સક્રિય છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો દર ૨.૭૫ ટકા છે. પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સમરેશ દાસનું સોમવારે નિધન થયું છે. તે કોરોના વાઈરસથી સંક્રમિત હતા. ૭૭ વર્ષના સમરેશ દાસ પૂર્વ મિદનાપુરના એગરાથી ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં એનસીપી પ્રમુખ શરદ પવારના આવાસ પર તહેનાત બે સુરક્ષા અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks