કૃષિ કાયદો : મૃત્યુ પામેલા આંદોલનકારીઓના સન્માનમાં ખેડૂતોએ ‘શ્રદ્ધાંજલિ દિવસ’ મનાવ્યો

સમગ્ર દેશમાં માનવ સાંકળ રચી એક લાખ જેટલા ગામોમાં મૃતક ધરતીપુત્રોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
કેન્દ્ર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદા વિરૂદ્ધ આંદોલન દરમ્યાન મોતને ભેટેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા સમગ્ર દેશમાં ધરતીપુત્રો દ્વારા શ્રદ્ધાંજલિ દિવસ મનાવવામાં આવ્યો હતો. સમયુક્તા કિસાન મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ દિવસ ઉજવવાનું આહ્‌વાન કરવામાં આવ્યું હતું. સમુયક્ત કિસાન મોરચા ખેડૂત સંગઠનો પૈકીનું એક છે. ખેડૂતો સહિત તમામ વર્ગના લોકોએ સવારે ૧૧ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજ્યો હતો. આ વખેત માનવ સાંકળ પણ રચવામાં આવી હતી. જે ખેડૂતોના અવસાન થયા છે તેમના ફોટો પણ મૂકવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં એક લાખ જેટલા ગામોમાં આ કાર્યક્રમ યોજાયો હતો, એમ ઓલ ઈન્ડિયા કિસાન સભાએ જણાવ્યુંં હતું. હાલ આ કાયદાના વિરોધમાં દિલ્હી હરિયાણા બોર્ડર પર અસંખ્ય ખેડૂતો એકઠા થયા છે. જેમાં મોટાભાગના પંજાબ અને હરિયાણાથી આવ્યા છે. આ ખેડૂતોએ પોતાની માંગના સમર્થનમાં હાઈ-વે પણ બ્લોક કર્યા હતા. આ આંદોલન દરમ્યાન વિવિધ કારણોસર ડઝનબંધ જેટલા ખેડૂતો મોતને ભેટયા હતા. કેટલાક ખેડૂતો ઠંડીને કારણે તો કેટલાક ખેડૂતોએ પોતાની માગના સમર્થનમાં આપઘાત કરી લીઘા હતા. સત્તાવાર રેકોર્ડ મુજબ ગત ૨૬મી નવેમ્બરથી શરૂ થયેલા આ આંદોલન દરમ્યાન વિવિધ કારોણસર ૩૬ જેટલા ખેડૂતોના મોત થઈ ચૂકયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks