કૃષિ લોન માફ કરવી એ કૃષિ સમસ્યાનું સમાધાન નથી

અમદાવાદ, તા.૧૭
ક્રોપ કેર ફેડરેશન ઓફ ઈન્ડિયા (સીસીએફઆઈ)એ વિશ્વમાં ભારતીય કૃષિ ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવા મોટા પાયે સરકારી રોકાણ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે. સીસીએફઆઈના ચેરમેન રાજુ શ્રોફે કહ્યું હતું કે અમે થોડા મહિનાઓ અગાઉ કૃષિ મંત્રાલય, વાણિજ્ય મંત્રાલય અને એપીઈડીએ જેવી સંસ્થાઓને અરજી કરી છે. હવે આગામી બજેટ ફાળવવાની જવાબદારી નાણામંત્રી અરૂણ જેટલીની છે. સંકેન્દ્રિત પ્રયાસોથી આગામી પાંચ વર્ષમાં આપણા કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ત્રણ ગણો અને ભારતીય ખેડૂતોની આવકમાં બમણો વધારો થઈ શકે છે. કૃષિ લોન માફ કરવી અને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો કરવો એ કૃષિ સમસ્યાનું સમાધાન નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks