(એજન્સી) ટોરેન્ટો, તા.ર૪
કેનેડાના ટોરેન્ટોમાં કરવામાં આવેલ ગોળીબારમાં બે લોકોનાં મોત થયા છે. ગોળીબારની ઘટનામાં ૧૩ લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ટોરેન્ટોના ગ્રીક ટાઉન વિસ્તારમાં આવેલા લોગાન એન્ડ જેનફોર્થ એવન્યુમાં ફાયરિંગ કરવામાં આવ્યું. ગોળીબારની ઘટનામાં હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો છે.
મળતા અહેવાલ મુજબ નવથી વધુ લોકોને ગોળી વાગી છે. જેમાં એક બાળક પણ સામેલ છે. ગોળીબારની ઘટનામાં ઘાયલ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી ૬ ઘાયલોને ટ્રોમા સેન્ટર મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટના ટોરેન્ટોના એક રેસ્ટોરન્ટની બહાર બની હતી.
Facebook
0
Twitter
0