કેનેડામાં બિલ્ડિંગથી નીચે પડી જતાં હૈદરાબાદના વિદ્યાર્થીનું મોત

 

(એજન્સી) ટોરેન્ટો, તા.૧૦
કેનેડાના ટોરેન્ટોમાં એક ઉંચી બિલ્ડીંગ પરથી કૂદીને હૈદરાબાદના એક ૧૯ વર્ષીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.હૈદરાબાદમાં વનસ્થલીપુરમ નિવાસી પાન્યમ અખિલ ઇમારતની ૨૭મા માળે રહેતો હતો અને કથિત રીતે પોતાના ફોન પર વાત કરતાં નીચે પડી ગયો હતો. અખિલના પરિવારે તેલંગાણાના મંત્રી કે.ટી. રામારાવને અપીલ કરી હતી કે તેના મૃતદેહને હૈદરાબાદ લાવવામાં મદદ કરે.તેમના કાકા બાબજીએ રામા રાવે ટિ્‌વટમાં કહ્યું કે મારા ભાઇના પાન્યમ અખિલ સાથે કેનેડામાં ટોરેન્ટોમાં એક આકસ્મિક દુર્ઘટના ઘટી છે. આ વાતને સમજી શકતા નથી કે તેમની મૃતદેહને હૈદરાબાદ કેવી રીતે લાવવામાં આવે, મહેરબાની કરી મૃતદેહને હૈદરાબાદ લાવવામાં મદદ કરો.
આ ઘટના ૮ નવેમ્બરના થઇ હતી. તે કથિત રીતે ફોન પર વાત કરતાં પોતાના એપાર્ટમેન્ટની બાલ્કની પરથી પડી ગયો હતો. કેનેડામાં તેમના મિત્રોએ તેમના પરિવારને આ ઘટનાની જાણકારી આપી. અખિલ કેનેડામાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યો હતો. પ્રથમ વર્ષ પુરૂ કર્યા બાદ તે આ વર્ષે માર્ચમાં પોતાના ઘરે પણ આવ્યો હતો અને તે ગત મહિને જ કેનેડા પરત ફર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks