કેન્દ્રએ રાજ્યોને કહ્યું : ‘એક્ટ ઓફ ગોડ’ના કારણે નુકસાન થયું હોવા છતાં અમે ય્જી્‌ એરિયર્સ ચૂકવીશું

કેન્દ્ર સરકારે આપેલા બે વિકલ્પો અંગે રાજ્યોની તકલીફો સમજવા ૧ સપ્ટેમ્બરે નાણાં સચિવ રાજ્યો સાથે મિટિંગ કરશે

(એજન્સી) તા.ર૯
કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની સરકારોને લખેલા એક પત્રમાં વચન આપ્યું હતું કે કોરોના મહામારીના પગલે જીએસટીની અત્યંત ઓછી વસૂલાત થઇ હોવા છતાં જીએસટી પેટે રાજ્યોના બાકી લ્હેણા નીકળતા નાણાં ચૂકવી આપવામાં આવશે. યાદ રહે કે કોરોના મહામારીના પગલે હાલ જે સ્થિતિ સર્જાઇ છે તેને નાણાંમંત્રી નિર્મલા સીતારમને એક્ટ ઓફ ગોડ (ઇશ્વર દ્વારા પ્રેરિત) ગણાવી હતી.
રાજ્ય સરકારોને લખેલા પત્રમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્ય સ્તરે દેવું કરવું શક્ય હોઇ કેન્દ્ર સરકાર પોતે વધારાનું દેવુ કરવા માંગતી નથી કેમ કે કોરોના મહામારીના પગલે કેન્દ્રની મહેસૂલી આવક હાલ ખૂબ જ ઘટી ગઇ છે. કેન્દ્ર સરકારે સૂચવેલા બે વિકલ્પો અંગે રાજ્યોનો શો પ્રતિભાવ છએ તેની ચર્ચા કરવા કેન્દ્રિય નાણાં અને ખર્ચ સચિવ ૧ સપ્ટેમ્બરના રોજ રાજ્યો સાથે એક મિટિંગનું આયોજન કરશે. પ્રથમ વિકલ્પ હતો કે રાજ્યોએ તેઓની લોનની પ્રિન્સિપાલ એમાઉન્ટ (મુદ્દલ) અને વ્યાજ અન્ય કોઇ સ્ત્રોતમાંથી પુનઃચૂકવાનું રહેશે નહીં અને બીજો વિકલ્પ હતો રાજ્યોએ અન્ય કોઇપણ સ્ત્રોતમાંથી મુદ્દલની પુનઃ ચૂકવણી કરવાની રહેશે નહીં.
ભૂતપૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીએ તે ખાતરી અને વચન આપ્યા હતા તેનું પાલન કરવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે અને આવી કોઇ વ્યવસ્થા ગોઠવી કાઢવા હાલ રાજ્ય સરકારો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. જીએસટીમાં સમાવિષ્ટ સેસ ટેક્સની વસૂલાત પેટે રાજ્યોના બાકી નીકળતા તમામ વળતરના નાણાં ચૂકવી આપવામાં આવશે એમ કેન્દ્ર સરકારે તેના પત્રમાં ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત ૨૭ ઓગસ્ટના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને બે વિકલ્પ આપ્યા હતા અને તે અંગે એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારની જીએસટી પેટે થતી આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે જેના કારણે તે રાજ્યોને જીએસટી પેટે તેઓના બાકી નીકળતા નાણાં ચૂકવી આપવા ગલ્લાં-તલ્લાં કરી રહી છે. પંજાબે કહ્યું હતું કે આ વર્ષે તેને રૂા.૨૫,૦૦૦ કરોડની મહેસૂલી ખાદ ભોગવવી પડે એવી શક્યતા છે. હરિયાણાએ પણ ફરિયાદ કરી હતી કે જુલાઇ-૨૦૧૭માં જ્યારે જીએસટી દાખલ કરાયો તે પહેલાં તેની કરવેરા પેટે ધરખમ આવક થતી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks