કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધને ગુજરાતના અનેક સંગઠનોનો ટેકો

બીજી તરફ ભાજપ સમર્થિત સંગઠન દ્વારા બંધમાં નહીં જોડાવવાનો નિર્ણય • સરકારે પણ બંધને નિષ્ફળ બનાવવા કમર કસી હોવાથી ઘર્ષણના એંધાણ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૭
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને લઈને ખેડૂતોનું આંદોલન દિવસેને દિવસે આક્રમક બની રહ્યું છે. આવતીકાલે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે આજે ખેડૂતોના સમર્થનમાં ઠેર-ઠેર ધરણા યોજવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી પણ કેટલાક સંગઠનો આ બંધમાં જોડાવાના છે.ગુજરાતના વિવિધ ૧૭ જેટલા સંગઠનોએ બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે તો રાજ્યના ઘણા સંગઠનોએ બંધમાં નહીં જોડાવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ સરકારે પણ બંધના એલાનને નિષ્ફળ બનાવવા કમર કસી હોવાથી ઘર્ષણ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓની આજે થલતેજ ખાતે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના ૧૭ જેટલા ખેડૂત સંગઠનોએ હાજર રહીને ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને આવતીકાલે એટલે કે ૮ તારીખના ભારતના બંધના એલાનને સમર્થન અંગેની રૂપરેખા નક્કી કરી હતી. આ બેઠકમાં ભારતીય ખેડૂત સંગઠન, કિસાન કાંતિ સંગઠન, ગુજરાત કિસાન કોંગ્રેસ, અન્નદાતા હિત રક્ષક સમિતિ, ધરતીપુત્ર ટ્રસ્ટ અને ખેડૂત મદદરૂપ સંગઠન, કિસાન એકતા સમિતિ, લોકશાસન ખેડૂત સંગઠન, વડોદરા જિલ્લા ખેડૂત મજૂર સમાજ સહિતના કુલ ૧૭ સંગઠનોએ હાજરી આપી બંધમાં ન જોડાવવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત વિવિધ જિલ્લામાં ખેડૂત અગ્રણીઓ બંધની સફળતા માટે પ્રયાસ કરશે. અખિલ ભારતીય કોળી સમાજ ખેડૂત આંદોલનનાં સમર્થનમાં આવ્યું છે અને ખેડૂતોના ભારત બંધને સહયોગ આપવા વિનંતી કરી છે. સુરતના ચંદ્રવદન પીઠાવાલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણી યોગ્ય હોવાથી સમર્થન કરી રહ્યા છીએ. ભારત બંધના એલાનને સુરતના ટેક્સટાઈલ લેબર યુનિયન અને ટેમ્પો એસોસિએશને સમર્થન આપ્યું છે.
ખેડૂતોના સમર્થનમાં સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ રાખીને સહકાર આપશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ અને ગોંડલ સહિત જૂનાગઢ, જામનગર, મોરબી, અમરેલી, વાંકાનેર, હળવદ, જેતપુર, ઉપલેટા, જસદણ, જામજોધપુર, ખંભાળિયા, કાલાવડ, ધ્રોલ, વિસાવદર, મેંદરડા સહિત મોટા ભાગના યાર્ડ બંધનો નિર્ણય આવી ગયેલ છે. આ અંગેની માહિતી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ આપી હતી. મહેસાણા જિલ્લાનું એક માત્ર બહુચરાજી માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે, જો કે, જિલ્લાના અન્ય માર્કેટ યાર્ડ ખુલ્લા રાખવાની કરાઈ છે. ખેડૂતોના ભારત બંધને સફળ બનાવવા પરેશ ધાનાણીએ ટ્‌વીટ કરીને અપીલ કરી હતી. ધાનાણીએ ખેડૂત સંગઠનોએ કાળા કાયદાઓ પરત ખેંચવા આપેલ ભારત બંધને સ્વૈચ્છીક સર્મથન આપવા વિનંતી કરી લખ્યું કે, સરકાર અંધ, ભારત બંધ દરમિયાન કોંગ્રેસ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કર્યો છે આજરોજ ધારાસભ્યોની મિટિંગમાં પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આવતીકાલે તમામ છઁસ્ઝ્ર બંધ પાળે તેવા પ્રયાસ કરશે. આ અંગે દરેક ધારાસભ્યને પોતાના વિસ્તારનું છઁસ્ઝ્ર બંધ કરાવવા સૂચના આપવામાં આવી છે અને ખેડૂતો અને વેપારીઓને સમજાવીને કોઇપણ પ્રકારના ઘર્ષણમાં પડ્યા વગર બંધના અમલ માટે કોંગ્રેસ પ્રયાસ કરશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks