કેન્દ્રીય કર્મચારીઓનાં પગાર વધારવા સરકાર રાજી, ૧૫ ઓગસ્ટના રોજ થઇ શકે છે જાહેરાત

નવી દિલ્હી, તા.૩૦
૭માં વેતન આયોગમાં કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી દિવાળીની આસપાસ એટલે કે ૨૦૧૮માં આવવાની સંભાવનાં છે. જો કે પહેલા ખબર હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ ઑગષ્ટનાં રોજ આનું એલાન કરી શકે છે, પરંતુ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સરકારી કર્મચારીઓ અને નેશનલ એનોમેલી કમિટી વચ્ચે ગત દિવસોમાં થયેલી બેઠકમાં એ નક્કી થયું કે સરકારી કર્મચારીઓને ૭માં વેતન આયોગથી ઇતર લાભ તબ્બક્કાવારથી આપવામાં આવશે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો થયા.
સૌથી મોટો નિર્ણય એ થયો કે કર્મચારીઓનાં પે મેટ્રિક્સમાં રેહલી અસંગતતાને દૂર કરવામાં આવે. કેન્દ્ર સરકારની યોજના સરકારી કર્મચારીઓની સેલરી ૭માં વેતન આયોગથી વધારવાની છે. ૨.૫૭ ગણા ફિટમેન્ટ ફેક્ટરથી વધારેનાં આધારે સેલરીમાં વધારો કરવામાં આવી શકે છે. આ માટે નાણાકીય સલાહકારોનાં મંતવ્યો લેવામાં આવી રહ્યા છે.
આ જાહેરાત મે ૨૦૧૯માં થનારી ચૂંટણી પહેલા કરવામાં આવશે. આ દ્વારા સરકારનાં પ્રયત્નો સરકારી કર્મચારીઓને ખુશ કરવાનાં રહેશે, જેનો લાભ બીજેપીને ચૂંટણીમાં મળી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts