કેપ વર્ડે લિઓનેલ મેસ્સીને પરસેવો લાવી દીધો; ચાહકોને સપના જોતા કર્યા અને ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં તટસ્થ પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કર્યા

ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ના રાઉન્ડ ઓફ ૩૨ના મુકાબલામાં કેપ વર્ડે આર્જેન્ટિના સામે હાર માની લીધી હોવા છતાં, તેમના લડાયક પ્રદર્શને ફૂટબોલના ઈતિહાસમાં કાયમી સ્થાન મેળવી લીધું છે

માત્ર પાંચ લાખની વસતી કેપ વર્ડે દેશની ટીમ લડાયક મુકાબલા બાદ હારી વિશ્વકપથી બહાર પણ પ્રેક્ષકોના દિલ જીત્યા

તા.૪
જ્યારે ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપની શરૂઆત થઈ, ત્યારે મોટાભાગના ચાહકોએ કેપ વર્ડે (Cape Verde) દેશનું નામ પણ સાંભળ્યું ન હતું. આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલો આ નાનકડો ટાપુ દેશ, જેની વસ્તી માંડ ૫ લાખથી થોડી વધુ છે, તે આ ૪૮ ટીમોવાળી મોટી ટૂર્નામેન્ટમાં આટલી ધમાકેદાર શરૂઆત કરશે તેવી કોઈને અપેક્ષા નહોતી. પરંતુ, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામેની રાઉન્ડ ઓફ ૩૨ની મેચની અંતિમ વ્હીસલ વાગી, ત્યારે એક સુંદર પરીકથાનો અંત આવ્યો હોય તેવો અહેસાસ થયો. ૧૨૦ મિનિટ સુધી કેપ વર્ડે આર્જેન્ટિના સામે જીવ રેડીને રમત બતાવી અને લિઓનેલ મેસ્સી એન્ડ કંપનીને પણ અંતિમ મર્યાદા સુધી ખેંચી ગઈ હતી. જ્યારે સિડની લોપ્સ કાબ્રલે ‘ગોલ ઓફ ધ ટૂર્નામેન્ટ’ કહી શકાય તેવો શાનદાર ગોલ કર્યો, ત્યારે ફૂટબોલ પ્રેમીઓ પણ કોઈ મોટા ઉલટફેરના સપના જોવા લાગ્યા હતા. ભલે ટીમ આ મેચ જીતી શકી નથી, પણ તેમણે વિશ્વભરના કરોડો લોકોના દિલ ચોક્કસ જીતી લીધા છે. કેપ વર્ડેની ક્ષમતા ટૂર્નામેન્ટની પહેલી જ મેચથી દેખાઈ આવી હતી. સ્ટાર ખેલાડીઓથી સજ્જ સ્પેનની ટીમ તેમની મજબૂત ડિફેન્સ લાઇનને તોડવામાં અસમર્થ રહી હતી. ગોલકીપર વોઝિન્હાએ ૭ શાનદાર સેવ કરીને પોતાની ટીમને કિંમતી ડ્રો અપાવ્યો હતો, જેના કારણે તે ઇન્સ્ટાગ્રામ પર રાતોરાત સેન્સેશન બની ગયો અને માત્ર એક જ દિવસમાં તેના ફોલોઅર્સ ૧ મિલિયનને પાર થઈ ગયા. આ સિલસિલો અહીં જ ન અટક્યો, ગ્રૂપ સ્ટેજમાં કેપ વર્ડે અજેય રહ્યું હતું. ઉરૂગ્વે સામેની ૨-૨ ની રોમાંચક મેચમાં કેવિન પીનાએ ડાયરેક્ટ ફ્રી-કિક દ્વારા કેપ વર્ડે માટે ઈતિહાસનો પ્રથમ વર્લ્ડ કપ ગોલ નોંધાવ્યો, જ્યારે હેલિયો વારેલાએ મહત્વનો બરાબરીનો ગોલ કર્યો હતો. ત્યારબાદ સાઉદી અરેબિયા સામે શાનદાર પ્રદર્શન કરીને તેઓ આગામી રાઉન્ડમાં પહોંચ્યા અને ટૂર્નામેન્ટના ‘પોસ્ટર ચાઇલ્ડ’ બની ગયા. રાઉન્ડ ઓફ ૩૨માં કેપ વર્ડેનો સામનો લિઓનેલ મેસ્સીની આગેવાની હેઠળની વિશ્વ વિજેતા આર્જેન્ટિના સામે હતો. બુકમેકર્સ (સટ્ટાબજાર) દ્વારા કેપ વર્ડેની જીતની શક્યતા ૧ ટકા કરતા પણ ઓછી હોવા છતાં, તેમણે મેદાન પર ઇતિહાસ રચી દીધો. મેચની ૨૯મી મિનિટે મેસ્સીએ શાનદાર ગોલ કરીને આર્જેન્ટિનાને ૧-૦ની લીડ અપાવી દીધી હતી, પરંતુ કેપ વર્ડે હાર ન માની અને ડેરોય ડુઆર્ટેએ ગોલ કરીને સ્કોર ૧-૧ની બરાબરી પર લાવી દીધો. આ મેચ એક્સ્ટ્રા ટાઇમમાં ખેંચાઈ, જ્યાં આર્જેન્ટિના તરફથી લિસાન્દ્રો માર્ટિનેઝે કોર્નર દ્વારા ગોલ કરીને સ્કોર ૨-૧ કર્યો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts