કેરી માટે ખૂબ સારૂં વાતાવરણ નાની-નાની કેરીઓથી આંબા લચી પડ્યા

સાવરકુંડલા, તા.૧૭
ચાલુ સિઝનમાં હાલ કેરીનું વાતાવરણ ખૂબ સારૂં અને કેરીના પાકને ખૂબ અનુકૂળ હોય તેવું વાતાવરણ બંધાણું છે ખાસ કરીને કેસર કેરીને વાતાવરણ જોઈએ તે જ પ્રકારનું વાતાવરણનું આવરણ હાલ છે જેથી આવનારા દિવસોમાં કેરીનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય તેવી આશા સેવાય છે. પર્યાવરણ વિર્દ ચિરાગ આચર્યના જણાવ્યા અનુસાર હાલ ઠંડીની ઋતુમાં જ આંબા પર કેરીનો વિકાસ થાય છે અને આ જ ઋતુમાં જો નાની-નાની કેરી અથવા મોરથી આંબા લચી પડે તે કેરીના પાક માટે સારી અનુકૂળતા છે ખાસ કરીને આંબામાં કેરીનું ફળ ઉનાળાની સીઝન દરમિયાન આવે છે જે ફળ એક મહિનો ટાઢ અને બે મહિના તડકો ખાઈ પાકી જશે અહી અમરેલી જિલ્લાના ગામોના આંબામાં કાચી કેરી હાલ લુમ્બે જુમ્બે આવી છે તેમજ મોર પણ ખૂબ મહોર્યા છે. હાલ પડી રહેલી ઠંડીને કારણે તેનો વિકાસ સારો થયો છે અને બાકી ઉનાળાનો તડકો પણ આ ફળને ખૂબ ફાયદો કરે છે બાદ જ કેસરની મીઠાશ તેમાં બેસી જશે ત્યારે નિષ્ણાતોની વાત માનીએ તો વાતાવરણ હાલ કેરી માટે ખૂબ સારૂં અને અનુકૂળ છે જેથી આવનારા દિવસોમાં કેરી પુષ્કળ પ્રમાણમાં પાકશે. હાલ અનુમાન સેવાય રહ્યું છે, પરંતુ જો માવઠું કે વરસાદી પવનો ફૂકાય તો ચાલુ ઉનાળાની સિઝનમાં કેરી બે હિસાબ પાકશે અને ખાસ કરીને કેસર માટે હાલ ઉત્તમ વાતાવરણ હોય તેવું અત્યારથી ફલિત થઇ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks