કેલિફોર્નિયામાં પોતાના જ ૧૩ બાળકોને ભૂખ્યા-તરસ્યા બંધક બનાવીને રાખનાર દંપતીની ધરપકડ

(એજન્સી) તા.૧૭
અમેરિકાના કેલિફોર્નિયામાં એક દંપતીની પોતાના જ ૧૩ બાળકોને ઘરમાં બંધક બનાવીને રાખવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. લોસ એન્જેલિસની પૂર્વમાં ૧૧૩ કિ.મી. દૂર પેરિસમાં ૫૭ વર્ષના ડેવિડ એલેન ટરપિન (ઉ.વ.૫૭) અને ૪૯ વર્ષની લુઇસ એના ટરપિને પોતાના ૧૩ બાળકોને એક ઘરમાં બંધક બનાવીને રાખ્યા હતા.
૨થી ૨૯ વર્ષની વય સુધીના આ તમામ બાળકો કુપોષિત હાલતમાં મળ્યા હતા. આ બાળકોને જ્યારે છોડાવવામાં આવ્યા ત્યારે કેટલાક બાળકોને અંધારામાં પલંગ સાથે બાંધીને રાખ્યા હતા. અધિકારીઓએ બાળકો પર ત્રાસ ગુજારવાના કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. ધરપકડ કરાયેલ યુગલની જામીનની રકમ ૯૦ લાખ ડોલર નક્કી કરવામાં આવી છે.
વાસ્તવમાં દંપતીની ૧૭ વર્ષની એક છોકરી ગઇ કાલે ઘરેથી બચીને ભાગી છૂટી હતી અને તેણે ૯૧૧ પર ફોન કરીને આ સમગ્ર મામલાની જાણ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ છોકરી એટલી હદે કુપોષિત હતી કે જાણે તેની ઉંમર ૧૭ નહીં પરંતુ ૧૦ વર્ષ હોય એવી લાગતી હતી. રિવર સાઇડ કાઉન્ટી શેરીફ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ૧૩ પીડિતોને કેલિફોર્નિયાના એક ઘરમાં બંધક બનાવીને રાખવામા ંઆવ્યા હતા. તેમની ઉંમર ૨ વર્ષથી ૨૯ વર્ષ વચ્ચે હતી. કેટલાક બાળકોને અંધારામાં પલંગ સાથે સાંકળ અને તાળાથી બાંધીને રાખવામાં આવ્યા હતા અને તેમની આસપાસ દુર્ગંધ આવતી હતી.
દંપતી બાળકોને આ રીતે દયનિય હાલતમાં રાખવા પાછળ કોઇ તાર્કિક કારણ જણાવી શક્યું નથી. અધિકારીઓને એવું હતું કે ઘરની અંદર બધા બાળકો છે પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેમાંથી સાત પુખ્ત વયના હતા જેમની ઉંમર ૧૮થી ૨૯ વર્ષ વચ્ચે હતી. શેરીફના કાર્યાલયે જણાવ્યું હતું કે બાળકોના માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ યુગલે વર્ષ ૨૦૧૧માં નાદારી માટે અરજી કરી હતી. વ્યવસાયે એન્જિનિયર ડેવિડનો વાર્ષિક પગાર ૧૪૦૦૦૦ અમેરિકન ડોલર હતો તેમ છતાં તેના પર પ લાખ ડોલરનું દેવું હતું. પડોશીઓના જણાવ્યા પ્રમાણે તેમનો પરિવાર અત્યંત અસામાન્ય રીતે અને અતડો રહેતો હતો. કેટલાક પડોશીઓએ એવંુ પણ જણાવ્યું હતું કે આ ઘરમાં બાળકો રહે છે તેની પણ તેમને ખબર ન હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks