માંગરોળ, તા.રર
તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સુરત જિલ્લાની ૧પ૬ એસ.ટી. માંગરોળ વિધાનસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો હતો.
પરંતુ પરિણામ પ્રસિદ્ધ થતાં આ બેઠક સતત ચોથી ટર્મ માટે ભાજપનાં ઉમેદવાર ગણપતસિંહ વસાવાએ ૪૦,૭૯૯ મતોની લીડથી કબજે કરી છે. એમને ૯૧,૧૧૪ મતો અને કોંગ્રેસના ઉમેદવાર નાનસીંગ વસાવાને પ૦,૩૧પ મતો મળ્યા હતા. પરંતુ બેથ મુજબ મતોનાં જે આંકડાઓ પ્રાપ્ત થયા છે તે જોતાં માંગરોળ વિધાનસભા ક્ષેત્રમાં આવેલા ગામોમાં કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો રહે છે. એમના ગામોના મતદાન મથકો ઉપર કોંગ્રેસ તરફી ઘણુ ઓછું મતદાન થયું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આજથી ર૦ વર્ષ અગાઉ આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતુ છેલ્લા વીસ વર્ષોમાં કોંગ્રેસમાં જૂથવાદ વધુ વકરતા આજે તાલુકા પંચાયતો અને તરસાડી નગરપાલિકામાંં કોંગ્રેસ સત્તાથી દૂર રહેવા પામી છે. સાથે જ સહકારી ક્ષેત્રે પણ કોંગ્રેસની પીછેહઠ થઈ છે.