સાવરકુંડલા,તા.૯
અમરેલી જીલ્લાના દરિયાઈ કાંઠા વિસ્તારના નવા ચુટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે સરકાર માંથી મળનારા પગાર-ભથ્થા ની રકમ દરિયાઈ કાંઠાના વિસ્તારના લોકોની સુખ સુવિધા માટે શિક્ષણ-આરોગ્ય સાથે માછીમારો માટે વાપરવાના સંકલ્પથી અમરેલી જીલ્લાના પ્રથમ ધારાસભ્ય ડેરે જાહેરાત કરી છે.
અમરેલી જીલ્લાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર એટલે રાજુલા જાફરાબાદ વિસ્તાર આ વિસ્તારમાં છેલા ૨૦ વર્ષથી ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચુટાઈ આવતા હતા પણ આ ૨૦૧૭ ની ચૂટણીમાં કોંગ્રેસના નવયુવાન અંબરીશ ડેર ચુંટાઈ આવતા ચુંટણી વખતે આપેલ વચન નિભાવવા કટીબધ બન્યા છે અને ધારાસભ્યને મળતા પગાર ભથ્થા ની રકમ પોતે ન સ્વીકારીને એક સમિતિ બનાવીને પગાર ભથ્થાની રકમ શિક્ષણ-આરોગ્ય સાથે જાફરાબાદ માં માછીમારી કરતા સમાજના લોકો માટે ઉપયોગ કરવાની જાહેરાત કરી છે
રાજુલા પંથકનો વિસ્તાર શિક્ષણ થી અલિટત હોય સાથે રાજુલા પંથકમાં અનેક કંપનીઓ આવેલી છે જે કંપનીઓ લોકોના આરોગ્ય કે શિક્ષણ માટે કશું કરતી ન હોવાથી કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર ના પગાર-ભથ્થા લોકોની સુખ સુવિધા માટે વાપરવાના છે ત્યારે જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ બાદ પગાર-ભથ્થા સદ્કાર્ય માં વાપરનારા કોંગ્રેસના પ્રથમ ધારાસભ્ય અમરેલી જીલ્લાના અંબરીશ ડેર બન્યા છે.