ધોરાજી,તા.ર૧
આજરોજ ધોરાજી નગરપાલિકા ના પાર્કિંગમાં જાહેર જનતા સમક્ષ સવારે પાલિકાનું ત્રીજુ જનરલ બોર્ડ પાલિકા પ્રમુખ ડી.એલ. ભાસા, ચીફ ઓફિસરના અધયક્ષ સ્થાને યોજાયું હતું. ધોરાજીમાં વિકાસના વિવિધ લક્ષી ૪૯ મુદાઓને ઠરાવમાં કર્યા હતા. જેમાં કોગ્રેસના ૭ સદસયોએ ભાજપના ૧૪ સદસ્યો સાથે ભળી અને તમામ ઠરાવોનો વિરોધ નોંધાવ્યો હતો. જેથી એક પણ ઠરાવ પાસ થયો નથી જેથી શહેરના તમામ વિકાસ કાર્યોમાં વિધ્ન સર્જાયું હતું. આ તકે ધોરાજી નગરપાલિકા પ્રમુખ ડી.એલ. ભાસા (કોંગ્રેસી)એ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે ૪૯ મુદ્દાઓ પર ઠરાવ કર્યા હતા.જેમાં કોગ્રેસના જ ૭ સદસ્યોએ ભાજપના ૧૪ સદસ્યો સાથે ભળી અને તમામ ઠરાવ પાસ ન થવા દેતા શહેરના વિકાસના કાર્યોમાં વિધ્ન બન્યા છે. શહેર ભાજપ પ્રમુખે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ વિકાસ કાર્યોમાં નિષ્ફળ ગઈ છે.
Facebook
0
Twitter
0