કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો સહિત અનેક નામી-અનામી ચાહકો દ્વારા અહમદ પટેલને શોકાંજલિ

 

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલના નિધનથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં શોક વ્યાપી ગયો છે. નાના-મોટા તમામ આગેવાનો અને કાર્યકરોએ તેમને શોકાંજલિ વ્યક્ત કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમના નિધનથી કોંગ્રેસ પક્ષે એક વરિષ્ઠ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર ગુમાવ્યા છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે.
એઆઈસીસીના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવએ શોક વ્યક્ત કર્યો છે કે, કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અહમદભાઈ પટેલે છેલ્લી ઘડી સુધી મહેનત કરી છે. કોંગ્રેસપક્ષના નાનામાં નાના કાર્યકર અને પક્ષના સંગઠનમાં કામ કરતા સાથીદારો પ્રત્યે હંમેશા હકારાત્મક વલણના લીધે કોંગ્રેસપક્ષમાં અને અન્યપક્ષમાં પણ તેમના માટે ઉચ્ચ દરજ્જાનું માન સ્થાપિત થયું હતું. તેમના જવાથી કોંગ્રેસપક્ષે એક વરિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે.
વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, યુવાનોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને પક્ષમાં તેમને યોગ્ય તક આપવી તે તેમનું સતત યોગદાન રહ્યું છે. પક્ષના કાર્યકરો સાથે અતુટ લાગણીનો નાતો તેમના વ્યક્તિત્વની અલગ ઓળખ છે. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજિક કાર્યો હંમેશા યાદ રહેશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts