કોંગ્રેસ લઘુમતી વિભાગના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘મુસ્લિમોના પક્ષવાળી’ ટિપ્પણી કરી હોવાનું સ્વીકાર્યાનો ઉર્દૂ દૈનિકનો અહેવાલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૯
કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ હોવા અંગેના કથિત અહેવાલો બાદ ફરી એકવાર આ મુદ્દે હોબાળો સર્જાયો છે. એક ઉર્દૂ અખબારે પ્રસિદ્ધ કરેલા અહેવાલ મુજબ પક્ષના લઘુમતી વિભાગના અધ્યક્ષે સ્વીકાર્યું કે રાહુલ ગાંધીએ ખરેખર આ નિવેદન આપ્યું હતું. આ કથિત અહેવાલમાં અખબારે દાવો કર્યો છે કે કોંગ્રેસ લઘુમતી વિભાગના અધ્યક્ષ નાવેદ જાવેદે સ્વીકાર્યું કે પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ સમાચાર અહેવાલ સાથે ટ્‌વીટ કરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના સામાન્ય સચિવ અશોક ગેહલોતે કહ્યું કે, તેઓ ધ્યાન વિકેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ તેમનો મનસૂબો છે. જ્યારે તેઓ રાહુલ ગાંધીના નિવેદનનું ખોટું અર્થઘટન કરી શકે છે તો નાવેદ જાવેદના નિવેદનનું પણ કરી શકે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ સમગ્ર પ્રકરણને ભાજપની ‘ભાગલા પાડો અને રાજ કરો’ નીતિ ગણાવી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પક્ષ દરેક ધર્મના નાગરિકોનો છે. નાવેદ જાવેદએ પણ ભાજપના આક્ષેપોને ફગાવતા કહ્યું કે, ભાજપ નેતાઓ જે ટ્‌વીટ કરી રહ્યા છે તે મેં નથી કહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks