કોઈપણ રાજ્ય કે રાષ્ટ્રની પ્રગતિનો માપદંડ શિક્ષણ છે : બાબુભાઈ પટેલ

ભરૂચ,તા.પ
પ્રખર તત્વચિંતક, વિદ્વાન અને શિક્ષણ શાસ્ત્રી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં યોજાતા પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિનના શુભ અવસરે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર ભરૂચના સંયુકત ઉપક્રમે ભરૂચ તાલુકા અને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ સંસદીય સચિવ બાબુભાઈ જે. પટેલના અધ્યક્ષસ્થાને ભરૂચની જે.પી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરીયમ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ આર.વી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નૈષદ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એસ.એલ. ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભનું દીપ પ્રાગઢય બાદ અધ્યક્ષસ્થાનેથી સંસદીય સચિવ બાબુભાઈ જે. પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રાજય કે રાષ્ટ્રની પ્રગતિનું માપદંડ શિક્ષણ છે. શિક્ષણ જ સર્વાંગી વિકાસ માટેનો મુખ્ય પાયો છે. દેશનો પાયો મજબૂત કરવો હોય તો તે શિક્ષક કરી શકે છે. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે શિક્ષક એક રાષ્ટ્રના ઘડવૈયા છે. રાષ્ટ્રના નિર્માણમાં મહત્વનો ફાળો શિક્ષકોનો હોવાનું જણાવી બાળકોમાં સંસ્કાર સિંચન કરવાની શિક્ષકોની જવાબદારી છે. ખુબ જ જરૂરી હોવાનું જણાવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખ આર.વી. પટેલે શિક્ષણ, શિક્ષકોનું મહત્વ સમજાવી શિક્ષકોએ શિક્ષકધર્મ બજાવી બાળકોને સંસ્કારનું સિંચન કરવા ખાસ ભાર મુકયો હતો.શિક્ષક દિન ઉજવણી સમારંભમાં ભરૂચ જિલ્લાના જિલ્લા કક્ષાના એવોર્ડ માટે નટવરભાઈ જરામભાઈ પટેલ (બોરીદ્રા-ઝઘડિયા), કમલેશભાઈ શંકરભાઈ પટેલ (બાકરોલ-અંકલેશ્વર) તાલુકા કક્ષાના એવોર્ડ માટે રીટાબહેન શંકરલાલ પટેલ (બોરીદ્રા-ઝઘડિયા), મહંમદરફીક આઈ. અભલી (સુડી-આમોદ), નિર્મળાબહેન ભગવાનદાસ પટેલ (બોરીદ્રા-અંકલેશ્વર), પુનમબહેન રતિલાલ અસાની (એકસાલ-ભરૂચ), ભાનુબહેન ચીમનભાઈ વસાવા (માંચ-ભરૂચ), મણીલાલ નરોત્તમભાઈ પટેલ (શેરા-હાંસોટ),ને સંસદીય સચિવ તથા મહાનુભાવોના હસ્તે ટ્રોફી, પ્રમાણપત્ર, રૂપિયા પંદર હજાર જિલ્લા કક્ષા) અને પાંચ હજાર (તાલુકા કક્ષા)નો રોકડ પુરસ્કાર અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. શિક્ષક દીન ઉજવણી સમારંભમાં ભરૂચ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ જગદીશભાઈ પરમાર, અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કિંજલબહેન, વિવિધ શૈક્ષણિક સંઘના હોદ્દેદારો પી.ડી. રાણા, કિરીટસિંહ મહીડા, નિલેશભાઈ ચદરવાલા ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks