‘કોઈ લવ જેહાદ નહીં, અમે પ્યાર, ઈશ્કવાળા યુવાનો’, જિગ્નેશ મેવાણીની દિલ્હી રેલી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દિલ્હી રેલીમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. દિલ્હી પોલીસે મેવાણીની દલિત હૂંકાર રેલીને પરવાનગી આપવાનો ઈન્કાર કર્યો છે. દિલ્હી પોલીસના ઈન્કારને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં મેવાણીએ કહ્યું કે સરકાર મને જાણીજોઈને નિશાન બનાવી રહી છે.
૧. ભાજપ અને જમણેરી કાર્યકરો પર નિશાન સાધતાં મેવાણીએ કહ્યું કે અમે ભારતીય નીતિમાં માનીએ છીએ. અમે કોઈ ‘કોઈ લવ જેહાદ નહીં, અમે પ્યાર, ઈશ્કવાળા યુવાનો’, છીએ. અમે ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન દિવસ મનાવીશું.
૨. સંસદ માર્ગ પોલીસ સ્ટેશન વિસ્તારથી ફક્ત ૧ કિલોમીટરના અંતરે યોજાયેલી રેલીમાં ખુબ ઓછા લોકો આવ્યાં. મંચ પર મેવાણીની સાથે કન્યૈયા કુમાર, શેેહલા રશીદ અને ઉમર ખાલીદ હાજર હતા. આસામના ખેડૂત નેતા અખિલ ગોગોઈ અને સુપ્રીમના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ પણ હાજર રહ્યાં.
૩. દિલ્હી પોલીસે જંતર-મંતર પર પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. પડોશી જિલ્લાઓમાંથી વધારાનુ પોલીસ બળ મંગાવવામાં આવ્યું હતું.
૪. રેલી પહેલા જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરવાની જાહેરાત કરી હતી. શુક્રવારની પ્રેસ કોન્ફરન્સમાં મેવાણીએ જાહેર કર્યું કે હું વડાપ્રધાન મોદીને મળીને તેમને મનુસ્મૃતિ અને બંધારણ આપીશ અને તેમને કહીશે કે આ બન્ને પુસ્તકોમાંથી તેઓ શાની પસંદગી કરશે.
૫. દિલ્હી પોલીસે સોમવારે કહ્યું કે દલિત નેતા જિગ્નેશ મેવાણીની સંસદ માર્ગ પરની રેલીને હજુ સુધી મંજૂરી આપવામાં નથી આવી. જોકે પોલીસે આ પહેલા કહ્યું હતું કે મેવાણીની અરજી વિચારણા હેઠળ છે.
૬. દેખાવકારોએ દલિત જૂથ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદના છુટકારાની માંગણી કરી. તેમજ દલિતો અને લઘુમતી સમૂદાયના સભ્યો સામેના કેસો પાછા ખેંચવાની પણ વાત કરીય
૭. જિગ્નેશ મેવાણી પર પુણે નજીકના ભીમા કોરેગામ ખાતે હિંસા ભડકાવાનો આરોપ છે. પુણે પોલીસે તેમની સામે કેસ પણ દાખલ કર્યો હતો.
૮. સુુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણે પોલીસને એ વાતનું સ્મરણ કરાવ્યું કે સંસદ સ્ટ્રીટ પર નહીં પરંતુ જંતર-મંતર ખાતે રેલીનું આયોજન કરવા વિશે એનજીટીનો ચુકાદો સ્પષ્ટ છે.
૯. શહારનપુરના તોફાનો દરમિયાન ગત જુનમાં ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરવામાં આવી હતી જેમાં ૨ લોકો માર્યાં ગયા અને ૨૦ ઘાયલ થયાં હતા. એક મહિના જેટલી લાંબા ચાલેલી જુથ અથડામણ બાદ પોલીસે ૪૦ લોકોની ધરપકડ કરી હતી.
૧૦. ગત અઠવાડિયે મુંબઈ પોલીસે પણ એક રેલીને પરવાનગી નહોતી આપી જેમાં જિગ્નેશ મેવાણીને એક વક્તા તરીકે બોલાવવામાં આવ્યાં હતા.

પોલીસની પરવાનગી વગર જિગ્નેશ મેવાણીએ દિલ્હી રેલી યોજી, કહ્યું, મોદીએ ભીમા-કોરેગાંવ વિશે બોલવું જોઈએ
પોલીસની પરવાનગી વગર જિગ્નેશ મેવાણીએ દિલ્હી રેલી યોજી હતી. દિલ્હી ખાતેની યુવા હૂંકાર રેલીને સંબોધિત કરતાં દલિત નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે પીએમ મોદીએ ભીમા-કોરેગાંવ વિશે બોલવું જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાતમાં માંડ માંડ જીત્યા હોવાને કારણે ભાજપ રઘવાયો બન્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ ભેગા મળીને ભાજપના ૧૫૦ બેઠકનું ટાર્ગેટ તોડી પાડ્યું છે તેથી મને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. રેલીમાં દલિત સંગઠન ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદને છોડી મૂકવાની માગ, શૈક્ષણિક અધિકારો, રોજગારી, આજીવિકા તથા લિંગ સમાનતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો. દિલ્હી પોલીસના ઈન્કારને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં મેવાણીએ કહ્યું કે સરકાર મને જાણીજોઈને નિશાન બનાવી રહી છે. દિલ્હી પોલીસની પરવાનગી વગર રેલીનુ આયોજન કરનાર મેવાણીએ વડાપ્રધાન મોદીને ભીમા-કોરેગાંવ વિશે બોલવાનું કહ્યું. મેવાણીએ મોદીને કહ્યું કે તમારે આ હિંસા વિશે વાત કરવી જોઈએ. રોહિત વેમુલાની શા માટે હત્યા થઈ તેનો તમારે જવાબ આપવો જોઈએ. લાખો લોકોને રોજગારીનું વચન આપવામાં આવ્યું હોવા છતાં પણ તે નથી મળી તેનો તમારે જવાબ આપવાનો છે. તેમણે કહ્યું કે તેને બદલે, ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી અને સાચા મુદ્દાઓને છુપાવવામાં આવી રહ્યાં છે અમારી લડાઈ આની વિરોધમાં છે. અમે લવ જેહાદમા ંમાનતા નથી. અમે પ્રેમના પૂજારીઓ છીએ. અનંત કુમાર હેગડીની બંધારણીય ટીપ્પણી વિશે બોલતાં મેવાણીએ કહ્યું કે અમે બંધારમાં માનીએ છીએ અને તેનું રક્ષણ કરીશું. તમારે મારી પર જેટલો પણ હુમલો કરવો હોય તેટલો કરો પરંતુ હું બંધારણને વળગી રહીશ. મંચ પર મેવાણીની સાથે કન્યૈયા કુમાર, શેેહલા રશીદ અને ઉમર ખાલીદ હાજર હતા. આસામના ખેડૂત નેતા અખિલ ગોગોઈ અને સુપ્રીમના સીનિયર વકીલ પ્રશાંત ભૂષણને રેલીને સંબોધિત કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks