કોડિનારના નાનાવાડામાં મારામારીના આરોપીને ૬ માસની સજા ફટકારાઈ

કોડીનાર,તા.રપ
કોડીનાર તાલુકાના નાનાવાડા ગામે પીજીવીસીએલ કર્મચારીને મારમારી ફરજ રૂકાવટના ગુનામાં કોડીનાર કોર્ટે આજે આરોપીને ૬ માસની કેદની સજાનો ચુકાદો આપ્યો છે.
આ અંગેની વિગત મુજબ નાનાવાડા ગામે ર૦૧૦ના વર્ષમાં પીજીવીસીએલના મિટર રીડર કર્મચારી સચીનભાઈ વાળા તેમની ફરજ દરમિયાન પ્રવિણ જાદવ સોસાના ઘરે લાઈટ બિલ બનાવવા જતાં પ્રાયણ સોસાએ ઉશ્કેરાઈ જઈ ભુડી ગાળો ભાંડી મુઢ મારમારી ફરજમાં રૂકાવટ કરતાં સચીનભાઈ વાળાએ આ અંગે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ અંગેનો કેસ કોડીનાર એડિશનલ સિવિલ કોર્ટમાં ચાલી જતાં નામદાર જજ એસ.જી.પરમારે સરકારી વકીલ નરસિંહભાઈ બામણિયાની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રવિણ જાદવ સોસાને ૬ માસની કેદની સજા અને રૂા.૧પ૦૦નો દંડ ફટકાર્યો છે. કોડીનારમાં હાલ ફરજ રૂકાવટના કેસો વધી રહ્યા છે. ત્યારે આજનો આ ચુકાદો દાખલા રૂપ બનશે તેવી તજજ્ઞો આશા સેવી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks