કોડિનાર, તા.ર૩
કોડિનાર પોલીસે બાતમીના આધારે પીપળી રોડ ઉપરથી એક શખ્સની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ રર૬૮, કિં.રૂા.૪,૪ર,૮૦૦ના દારૂની સાથે પકડી પાડી કુલ રૂા.પ,૯પ,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી આ દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરી છે. કોડિનારના પીઆઈ બી.એન. ખાંભલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ કે.એન. અઘેરા સહિત સ્ટાફના માણસો કોડિનાર તાલુકાના પિપળી રોડ ઉપર વોચ ગોઠવતાં છારા બંદર તરફથી આવતી ટાટા મેજીક ગાડી શંકાસ્પદ જણાતા મેજીકને રોકાવી તલાશી લેતા આ ટાટા મેજીક નં.જી.જે. ૧૭ ડબલ્યુ-પ૧ર૩માંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ રર૬૮ કિ. રૂા.૪૪ર૮૦૦ અને ટાટા મેજીક કિ.રૂા.૧પ૦૦૦૦ મળી કુલ રૂા.પ,૯પ,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી હનીફ નથુ શેખ (રહે. રોણાજ)ને પકડ્યો હતો અને વધુ પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો દિવના દિલીપ બારમાંથી ફયાજ નામનો શખસ જલંધર બિચના કાંઠે આવી ગયો હોઈ ત્યાંથી છારાના અયુબ મુસાની હોડીમાં આ દારૂનો જથ્થો દરિયાઈ માર્ગે છારા બંદરે લાવ્યા બાદ હનીફે મેજીકમાં ભરી અને આ દારૂનો જથ્થો કોડીનારના મનોજ બાંભણિયાનો હોવાનું જણાવતાં કોડિનાર પોલીસે આ દારૂના જથ્થા અંગે ગુનો નોંધી દિવના દિલીપ બાર, ફયાજ અને હોડીવાળા અયુબ મુસાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.