કોડીનાર, તા. ૧૮
કોડીનાર શહેરના જીનપ્લોટ વિસ્તારમાં ૩ શખ્સોએ નજીવા મુદ્દે યુવકને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે અલ્તાફ હુસેન વામતે નોંધાવેલી ફરિયાદ મુજબ થોડા સમય પહેલા જીનપ્લોટમાં રઈસભાઈ, મુસ્તકીનભાઈ અને મોઈનભાઈ નામના શખ્સો તેમની પુત્રીની યેનકેન પ્રકારે પજવણી કરી હેરાન પરેશાન કરી ઘર બાજુ આંટા મારી મજાક મશ્કરી કરતા હોય તેમને આમ ના કરવા કહેતા આ લોકોએ તે સમયે ઝઘડો કર્યો હોય ત્યારે વડીલોના કહેવાથી અલ્તાફભાઈએ સમાધાન કરી ફરિયાદ કરી ન હોય તેનું મનદુઃખ રાખી આ રઈસ, મુસ્તકીન અને મોઈને અલ્તાફભાઈના પુત્ર પરવેઝને ઈદ મુબારક કહેતા પરવેઝે આ લોકોને આપણી વચ્ચે કોઈ સંબંધ ના હોય શું કામ હેરાન કરો છો તેમ કહેતા આ લોકોએ પરવેઝને મારી મારી જો હવે ઘરની બહાર નીકળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
Facebook
0
Twitter
0