(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૧૯
કોડીનાર માર્કેટિંગ યાર્ડ અને ડોળાસા સબ યાર્ડમાં તા.૧૮/૧/૧૮થી ટેકાના ભાવની મગફળી ખરીદવાનું બંધ કરવામાં કોડીનાર તાલુકાના ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી ટેકાના ભાવે મગફળીની ખરીદી ફરીથી શરૂ કરવા માગણી કરી છે.
બાબુભાઈ બારડ અને તાલુકાના અન્ય ખેડૂતોએ પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સરકાર તરફથી કોડીનાર માર્કેટિંગ યાર્ડ અને ડોળાસા સબ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હતી. પરંતુ તા.૧૮/૧/૧૮ની બંને યાર્ડોમાં અચાનક ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું બંધ કરાતાં ખેડૂતોની મગફળી છેલ્લા ર૦ દિવસથી ૩પ૦૦ ગુણી કોડીનાર માર્કેટિંગ યાર્ડ અને ડોળાસા સબ યાર્ડના પ્રિમાયસીસમાં પડેલ છે. જેના ગેટપાસ પણ ખેડૂતો પાસે છે. આટલા દિવસો થયા છતાં મગફળીનો તોલ ન થતાં અને હવે મગફળીની સિઝન પુણ થવાની હોય ઓપન માર્કેટમાં મગફળીના ખૂબ જ નીચા ભાવ હોય, આંકીએ રૂા.રપ૦૦થી ૩૦૦૦ સુધીનું નુકસાન આવતું હોય છે. ખેડૂતોને પોસાય તેમ ન હોય. કોડીનાર અને ડોળાસા યાર્ડમાં જે મગફળી વેઈટીંગમાં પડેલ છે ને મગફળીનો ટેકાના ભાવથી ખરીદી કરી તોલ કરવા કોડીનાર તાલુકાના ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે.