કોણ બનશે રાષ્ટ્રપતિ ? ટ્રમ્પ કે બિડન : ફાઈનલ કાઉન્ટડાઉન

 

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર
વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ અમેરિકામાં સૌથી વધુ છે. આ બધાની વચ્ચે અમેરિકામાં રષ્ટ્રપતિ ચૂંટણી પણ યોજાવાની છે. ડેમોક્રેટ ખેમા જ્યાં કોરોનાથી નિપટવામાં ટ્રમ્પની નીતિઓને નિષ્ફળ બતાવી રહ્યા છે તો બીજી બાજૂ ડોનાલ્ડ ટ્રમ્પ ચીની વાયરસના બહાને વિરોધીઓ પર નિશાન સાધી રહ્યા છે. અમેરિકમાં આવતીકાલે ચૂંટણી છે. ગયા વખતે જેમ આ વખતે પણ ટ્રમ્પ સર્વેમાં પાછળ છે. પરંતુ તેઓ બાજી પલટવાનો દાવો કરી રહ્યા છે. બિડેન ટ્રમ્પના મુદ્દાને જોર-શોરથી ઊઠાવી રહ્યા છે અને ટ્રેપના વોટ બેંક પર અસર કરી છે.
અમેરિકી ચૂંટણીમાં પ્રથમવાર ભારતીય મૂળના મતદારો મોટી તાકાત બનીને ઊભર્યા છે. ૧૬ રાજ્યોમાં તેની કુલ અમેરિકી વસ્તીના એક ટકાથી વધુ છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે, ૧૩ લાખ ભારતીય તે રાજયોમાં રહે છે અને કાંર્ટ કી ટક્કર રહેશે.
એવામાં કોઈપણ પક્ષ માટે એક-એક મત કિંમતી બને છે યાદ રહે કે ભારતીય વડાપ્રધાને અમેરિકામાં એક કાર્યક્રમ દરમ્યાન હાલમાં ટ્રમ્પ સરકારનો નારો લગાવ્યો હતો. ટ્રેપ પણ અવાર-નવાર ભારત પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતા નજરે પડ્યા છે. અમેરિકામાં ર૪ કરોડ મતદાતા છે ર૮ ઓકટોબર સુધીમાં ૭.પ કરોડથી વધુ મત નાખવામાં આવી ચૂક્યા છે. ર૦૧૬માં અર્લી મતદાનથી પ કરોડથી વધુ લોકોએ મત આપ્યા હતા.
ચૂંટણી જાણકારોનું કહેવું છે કે, ગયા વખતની જેમ આ વખતે પણ સાઈલેન્ટ મતદારો જ કિંગ મેકર હશે. ત્યાં મતદાન માટે બે વિકલ્પ છે. એક તો મેલ અથવા ફરી અર્લી વોટિંગ બીજુ મતદાન કેન્દ્ર પર જઈને મત આપવો. અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા ભારતથી અલગ છે ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી અપ્રત્યક્ષ રૂપથી હોય છે. અમેરિકી નાગરીક તે લોકોની પસંદગી કરે છે જે રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. અમેરિકામાં કુલ પ૦ રાજ્યો છે. પ૦ રાજ્યોથી કુલ પ૩૮ ઈલેકટર્સની પસંદગી કરવામાં આવે છે તેને ઈલેકટોરલ કોલેજ કહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks