કોન્ટ્રાક્ટરે જમવાનું નહીં આપતા વિદ્યાર્થીઓનો હોબાળો

(સંવાદદાતા દ્વારા) વડોદરા, ૨
વડોદરાના નિઝામપુરા ઠક્કરબાપા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓને બુધવારે રાતે જમવાનું નહીં અપાતા વિદ્યાર્થીઓને ધરણા યોજી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. છાત્રાલયમાં જમવાનું આપતા કોન્ટ્રાકટરે જમવાનું નહીં આપ્યું હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરામાં નિઝામપુરા વિસ્તારમાં પૂજય ઠક્કરબાપા કુમાર છાત્રાલય આવેલી છે. જ્યાં અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.
ગઇકાલે રાતે જમવાનું આપતા નવા કોન્ટ્રાકટના કોન્ટ્રાકટરે તેના પ્રથમ દિવસે જ જમવાનું નહીં આપતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર છાત્રાલયમાં ૧૮૫ વિદ્યાર્થીઓમાંથી ૭૦ વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો હતો. જેના પગલે આ કોન્ટ્રાકટની જગ્યા અન્યને કોન્ટ્રાકટથી આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓએ કરી હતી. છાત્રાલયમાં ઠેર-ઠેર ગંદકી હોવાના આક્ષેપ પણ વિદ્યાર્થીઓએ કરી ધરણા યોજ્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ છાત્રાલયમાં ૫૦થી વધુ વિદ્યાર્થીઓ રોગચાળાનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ છાત્રાલયના સંચાલકો સામે પણ નારાજગી દર્શાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks