વોશિગ્ટન,તા.૧૧
અમેરિકામાં કોરોના વાયરસે કાળો કેર જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ બે હજારથી વધુ લોકોના મોત થયા છે. સાથે સાથે ૩૩ હજારથી વધારે નવા કેસો સપાટી પર આવ્યા છે. દુનિયામાં અમેરિકા એકમાત્ર એવા દેશ તરીકે છે જ્યાં કોરોનાના કારણે એક દિવસમાં ૨૦૦૦ લોકોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧૮૫૮૬ સુધી પહોંચી ગઇ છે. આજનો દિવસ અમેરિકા માટે સૌથી કઠોર દિવસ બની શકે છે. અમેરિકામાં મોતનો આંકડો આવી જ રીતે જારી રહેશે તો મોતનો આંકડો ઇટાલી કરતા પણ વધારે થઇ જશે. અમેરિકામાં ન્યુયોર્કમાં સૌથી વધારે પ્રભાવિત છે. અહીં ૫૮૨૦ લોકોના મોત થયા છે. નસાઉ કાઉન્ટીમાં પણ ૭૨૩ લોકોના મોત થયા છે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી ભયાનક સ્થિતી હાલમાં સર્જાયેલી છે. સ્થિતી એવી થઇ ગઇ છે કે લાશોની દફનવિધી કરવા માટે હવે જગ્યા બચી નથી. કોરોના વાયરસના કારણે સૌથી વધારે હાલત ખરાબ ન્યુયોર્કની થઇ છે. ન્યુયોર્કમાં તો હાલત એ છે કે હવે હોસ્પિટલમાં જગ્યા બચી નથી. લાશોના ઘર લાશોથી ભરાઇ ગયા છે. અમેરિકામાં કેસોની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ચુકી છે. હોસ્પિટલોમાં તબીબો પાસે માસ્ક અને અન્ય જરૂરી ચીજો નથી. અમેરિકામાં સ્થિતીને હાથ ધરવા માટે શુ કરવામાં આવે તે સંબંધમાતંત્રના લોકોને સમજાઇ રહ્યુ નથી. હાલત વધારે ચિંતાજનક બની રહી છે. તમામ પ્રયાસો અપુરતા સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં ચાર લાખ કરતા લોકો પ્રભાવિત થયેલા છે. અમેરિકાએ મોતના મામલે તો હવે સ્પેનને પણ પાછળ છોડી દેતા તંત્ર હચમચી ઉઠ્યુ છે. અમેરિકાના તંત્રે ઉદાસીનતા રાખીને માત્ર ચીનમાંથી આવતા લોકો પર પ્રતિબંધ મુક્યો હતો જો કે યુરોપમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા રહ્યા હતા. આજ કારણસર આજે ન્યુયોર્ક અને અન્ય અમેરિકી શહેરોમાં સ્થિતી વિકટ બની છે. સ્થિતી બેકાબુ બન્યા બાદ ન્યુયોર્કને સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્થિતિ એવી ઉભી થઇ છે કે, મોતના આંકડાને લઇને લોકો ભયભીત ન બને તે માટે રાત્રિગાળામાં મૃતકોને બહાર લઇ જવામાં આવી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્ર બિલકુલ દિશાહીન છે. તેમના પગલા બિલકુલ બિનઅસરકારક સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં નવ હજારથી વધારે લોકો હજુ જીવનમરણ વચ્ચે રહેલા છે. તંત્ર હાલમાં બિલકુલ લાચાર નજરે પડે છે.
અમેરિકામાં કોરોના કેર
અમેરિકામાં કોરોના વાયરસ નીચે મુજબ છે.
મોતનો કુલ આંકડો થયો ૧૮૮૮૧
કુલ કેસોની સંખ્યા થઇ ૫૦૫૯૭૮
નવા કેસો નોંઘાયા ૩૩૯૮૯
૨૪ કલાકમાં મોત ૨૦૫૦
ગંભીર અસરગ્રસ્ત ૪૯૧૨૮
રિકવર લોકો ૩૭૬૩૩૦
એક્ટિવ કેસોની સંખ્યા ૩૯૭૪૪૨