કોરોનાના ઉછાળારૂપ નોંધાતા કેસો વચ્ચે સરકારનો અગત્યનો નિર્ણય ! રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરાવવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહીં

 

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૪
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે સરકાર દ્વારા કોરોના ટેસ્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે અને રોજેરોજ હજારોની સંખ્યામાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકારે ટેસ્ટને લઈ અગત્યનો નિર્ણય કર્યો છે જેમાં રાજ્યમાં હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે ડોક્ટરની ભલામણ કે પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે નહીં. તેના વિના પણ ટેસ્ટ કરાવી શકશો. રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગ ના જણાવ્યા પ્રમાણે ૈંઝ્રસ્ઇની ગાઈડલાઈન મુજબ હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડૉક્ટર ની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડૉક્ટરની ભલામણ ચિઠ્ઠી ફરજિયાત હતી. હવે કોઈ પણ વ્યક્તિ જેને એવું લાગે કે તેને કોરોનાનો ટેસ્ટ કરાવવો છે તે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના ટેસ્ટ માટે સરકારે કેટલીક ખાનગી લેબને મંજૂરી આપી છે. આ ઉપરાંત સરકારી હૉસ્પિટલો અને જે તે શહેરના તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ ટેન્ટ ઊભા કરીને કોરોના ટેસ્ટ કરવાની કામગારી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત ૮૦૦ રૂપિયા રહેશે. એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં ૮૦૦ રૂપિયા ચાર્જ ચૂકવી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે. જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે ૧,૧૦૦ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે ૧,૫૦૦ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો ૨,૦૦૦ રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે. ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો ફ્રી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks