કોરોનાના નવા ખતરનાક સ્ટ્રેનનો અમદાવાદમાં પ્રવેશ : ચાર દર્દી દાખલ

• આ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છમાંથી પણ શંકાસ્પદ કેસ બહાર આવ્યા

• યુકેથી ગુજરાત આવેલા લોકોમાં નવા સ્ટ્રેનના લક્ષણો જણાયા

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર
ગુજરાતમાં કોરોનાના અતિખતરનાક નવા સ્ટ્રેનનો પ્રવેશ થઈ ચૂકયો છે. ગુજરાતમાં યુકેથી આવેલા ચાર મુસાફરોમાં નવા સ્ટ્રેન જોવા મળ્યો છે. આ ઉપરાંત કચ્છમાં પણ નવા સ્ટ્રેનના ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યું છે. જે ચાર મુસાફરોમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. તેમને અમદાવાદની એસબીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાનો ખતરનાક નવો સ્ટ્રેન દેખાયો છે, યુકેથી આવેલા ૪ લોકોમાં આ નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. હાલમાં તમામ દર્દીઓને એસવીપીઁમાં દાખલ કરાયા છે અને એસઓપી પ્રમાણેની સારવાર શરૂ કરાઈ છે. આ મુદ્દે આરોગ્ય સચિવ ડો. જ્યંતી રવિએ જણાવ્યું હતું કે યુકેમાંથી જે નવો સ્ટ્રેન જો મળ્યો છે એના એરપોર્ટ પર સ્કેનિંગ કરાયા હતા, જેમાંથી ૪ લોકોને જીફઁમાં સારવાર હેઠળ મોકલ્યા છે, જ્યારે ૧૫ સેમ્પલ હજુ પેન્ડિંગ છે. આપણી ટીમ દરરોજ તેમનું ચેકિંગ કરી રહી છે, સાથે જ મુખ્યમંત્રીની કોર કમિટીમાં પણ આ અંગે ચર્ચા થઈ છે. યુકેથી આવેલા લોકોના ટેસ્ટનાં સેમ્પલને પુણેની લેબમાં મોકલ્યા હતા, જેમાં ૪ લોકો પોઝિટિવ આવ્યા છે. હજુ ૧૫ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. યુકેથી આવેલી ફલાઈટના તમામ પેસેન્જર હાલમાં ઓબ્જર્વેશન હેઠળ છે. દર્દીઓની સારવાર માટે તૈયારીઓના ભાગ રૂપે એસવીપી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. કોવિડના આ નવા સ્ટ્રેનમાં સંક્રમણ ઝડપથી ફેલાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૩ ડિસેમ્બરે ૧૭૫ મુસાફર લંડનથી અમદાવાદ એરપોર્ટ ઊતર્યા હતા હતા, જેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હજુ અન્ય ૬ દર્દીના આ ટેસ્ટના રિપોર્ટ પુણે લેબોરેટરીથી આવવાના બાકી છે. અમદાવાદની સાથે રાજકોટ તેમજ સુરતમાં પણ કોરોનાના નવા સ્ટ્રેનના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. રાજકોટમાં બ્રિટનથી આવેલા યુવાન અને તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે અને હાલમાં પરિવારના સભ્યોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ મુદ્દે નાયબ આરોગ્ય અધિકારી પી.પી રાઠોડના જણાવ્યા મુજબ, બ્રિટનથી યુવાનને કોરોના આવ્યો છે, તે પંચવટી રોડ પર રહે છે. રિપોર્ટ પોઝિટિવ છે, પણ નવો કોરોના છે કે નહીં એ હવે જાહેર થશે, પણ પરિવારના સભ્યોને પણ કોરોના આવ્યો છે. બીજી તરફ કચ્છમાં પણ બ્રિટનથી આવેલા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. આવા ૩૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી ભૂજના બે તથા માંડવીના એક એમ ત્રણ લોકોનો સમાવેશ થાય છે. આ ત્રણે વ્યકિતઓમાં કોરોનાના નવા સ્ટ્રેનનો ચેપ છે કે કેમ ! તેની ચકાસણી માટે નમુના પૂણે મોકલવામાં આવ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks