કોરોના ઈફેકટ : કરફયુના કારણે સોમવાર સવાર સુધી એસટી માટે અમદાવાદ રૂટ બંધ

 

અમદાવાદ,તા.ર૦
રાજયમાં કોરોના મહામારીનો કેર જારી છે ત્યારે દિવાળીના તહેવાર બાદ અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા પરિસ્થિતિ વણસી છે જેને પગલે અમદાવાદમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી પ૭ કલાકનો કરફયુ જાહેર કરવામાં આવ્યો છે આ ઘોષણા બાદ શહેરમાં સોમવાર સવાર સુધી એસટી સેવા બંધ રહેશે. જયારે આ સમયગાળા દરમ્યાન એએમટીએસ પણ બંધ રહેશે. શુક્રવારે રાત્રે ૯ કલાકથી અમદાવાદમાં લાગુ કરાયેલ કરફયુને કારણે અમદાવાદમાં એસટીની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે છે. અન્ય ઉપનગરોની અમદાવાદ જતી બસો બાયપાસ ચાલુ રહેશે જયારે એસટી વિભાગે આશરે ૩પ૦ જેટલી બસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ એસ.ટી. નિગમ દ્વારા સરકારની સૂચના મુજબ અનેક જુદા જુદા સ્થળોએથી અમદાવાદ તરફ જતી એસ.ટી. બસોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદઉપરાંત તા.ર૩ને સોમવારના રોજથી અમદાવાદ શહેરમાં રાત્રી કરફયુ દરમ્યાન મુસાફરોને મહત્તમ બસ સેવાનો લાભ મળી રહે તે રીતે અમદાવાદમાં આવતી જતી પસાર થતી કે નાઈટ આઉટ રહેતી તમામ બસો રાત્રિના આઠ કલાક સુધીમાં અમદાવાદમાં પહોંચી જાય તેમજ સવારના સાત કલાક પછી અમદાવાદથી ઉપડે તે માટે તમામ રૂટનું રીશીડયુલ કરવામાં આવશે. જયારે ખાનગી બસ સેવા પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જયારે રેલવે અને એરપોર્ટ પર જનાર લોકોને રેલવે અને ફલાઈટની ટિકિટ હશે તેમને કરફયુમાં જવા દેવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી સાંપડી છે. જયારે પ૭ કલાકના કરફયુમાં એએમટીએસ બંધ રહેશે તેવી માહિતી સૂત્રો પાસેથી સાંપડી છે આમ અમદાવાદમાં કરફયુને પગલે અનેક સ્થળોએથી અમદાવાદ તરફ જતી એસટી સેવાઓ સાંજથી કે બપોરથી જ બંધ કરી દેવામાં આવતા ઘણી જગ્યાએ મુસાફરો અટવાયા છે જયારે અનેક લોકોએ કરાવેલા એસટી બસની એડવાન્સ બુકીંગ પણ રદ કરવામાં આવ્યા છે. આમ હાલ પ૭ કલાક દરમ્યાન કોઈ બસ અમદાવાદ શહેરમાં નહી જાય માત્ર બાયપાસ નીકળી જશે. ત્યારે સોમવાર સવાર ૬ વાગ્યા બાદ એટલે કે કરફયુ સિવાયના સમયમાં મુસાફરોને અગવડ ન પડે તે હેતુથી રીશીડયુલીંગ કરી બસોનું સંચાલન કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks