અમદાવાદ, તા.૧૩
કોરોના વાયરસ મહામારીના કારણે, ભારત સહિત પુરી દુનિયાના તમામ દેશ બહુ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. આ ઘાતક વાયરસને ફેલાવાને નિયંત્રીત કરવા માટે ૨૨ માર્ચ ૨૦૨૦થી તમામ યાત્રી ટ્રેનોની અવરજવર બંદ કરી દેવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી. ત્યારપછી પ્રવાસી મજદુરો અને તેમના પરિવારોને તેમના નિવાસ સ્થાન સુધી પહોચાડવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી. આ ક્રમમાં યાત્રિઓની સુવિધા માટે, ભારતીય રેલવેએ ૧૨ મે, ૨૦૨૦ થી ૧૫ જોડી રાજધાની ટાઇપ વિશેષ ટ્રેનો સાથે ચરણબદ્ધ તરીકે યાત્રી સેવાઓને દોડાવવાનો નિર્ણય લીધો હતો અને ૧જૂન, ૨૦૨૦થી ૧૦૦ જોડી વિશેષ ટ્રેન રેલગાડીઓ દોડાવવામાં આવી હતી. અન્ય તમામ નિયમિત ટ્રેનોને રદ્દ કરવામાં આવતા નિયમિત ટ્રેનો માટે આઈઆરસીસીટી વેબસાઈટના માધ્યમથી બુક કરેલ ટ્રેન ટિકિટોને ઓનલાઇન રદ્દ કરી તદ્ઉપરાંત રિફંડ આપી દેવામાં આવ્યુ હતું.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર કોરોના વાયરસને કારણે પશ્ચિમ રેલવે પર આવકનું કુલ નુકશાન ૧૬૮૯.૩૦ કરોડ રૂપિયા રહ્યું છે, ૧ માર્ચ, ૨૦૨૦થી ૧૧ જુલાઈ, ૨૦૨૦ સુધી ટિકિટોનાં રદ્દીકરણને કારણે, પશ્ચિમ રેલવેએ ૩૯૧.૬૫ કરોડ રૂપિયાનું રિફંડ આપ્યું છે.