Site icon Gujarat Today

કોરોના વકર્યો એક દિવસમાં સૌથી વધુ ૧૩૧૦ નવા કેસ નોંધાયા : ૧૪ લોકો કોરોનાનો કોળિયો બન્યા

 

• રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૯૮ હજારની નજીક પહોંચ્યો, કુલ ૩૦૩૬ લોકોને કાળમુખો કોરોના ભરખી ગયો
• રાજ્યમાં વધુ ૧૧૩૧ લોકોએ કોરોનાના મહાત આપી, અત્યાર સુધી કુલ ૭૮૯૧૩ લોકો કોરોનાથી સાજા થયા

અમદાવાદ,તા.૧
કોરોના મહામારીને લીધે રાજ્યમાં એક તરફ અનલોક-૪માં છુટછાટો આપવામાં આવી રહી છે. ત્યાં જ કોરોનાના કેસો ઘટવાનું નામ લેતા નથી. ત્યારે અનલોકમાં અપાતી વધુ છુટછાટો કયાંક નુકસાન પહોંચાડે તો નવાઈ નહીં. જો કે મંગળવારે રાજયમાં એક જ દિવસમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૧૩૧૦ નવા કેસ નોંધાયા છે. જયારે ૧૪ લોકોને કાળમુખો કોરોના કોળિયો બતાવીને હજમ કરી ગયો છે. એટલે કે રાજયમાં મહામારી વકરી છે. અત્યાર સુધીમાં રાજયમાં કોરોનાના કુલ કેસ ૯૮ હજારની નજીક પહોંચી ગયા છે. જયારે કુલ મોતનો આંકડો ૩ હજારને પાર કરી ગયો છે. તેની સામે અત્યાર સુધીમાં ૭૮૯૧૩ લોકો કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં ટેસ્ટ ઘટાડવા છતા કેસમાં વધારો થયો છે. આજે તો રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૩૧૦પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૭,૭૪૫એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ ૧૪ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૦૩૬એ પહોંચ્યો છે. જ્યારે ૧૧૩૧ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર ૮૦.૭૩ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૭૮,૦૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૪૫, સુરત ૧૧૫, જામનગર કોર્પોરેશન ૯૭, રાજકોટ કોર્પોરેશન ૮૯, વડોદરા કોર્પોરેશન ૮૫, ભાવનગર કોર્પોરેશન ૩૭, પંચમહાલ ૩૭, રાજકોટ ૩૬, વડોદરા ૩૬, અમરેલી ૩૧, મહેસાણા ૩૦, પાટણ ૨૬, ભરૂચ ૨૫, મોરબી ૨૩, કચ્છ ૨૦, નવસારી ૨૦, સુરેન્દ્રનગર ૨૦, દેવભૂમિ દ્વારકા ૧૯, ગાંધીનગર કોર્પોરેશન ૧૯, ગાંધીનગર ૧૮, ભાવનગર ૧૬, દાહોદ ૧૬, જામનગર ૧૬, બનાસકાંઠા ૧૫, અમદાવાદ ૧૪, ગીર સોમનાથ ૧૪, જુનાગઢ કોર્પોરેશન ૧૪, છોટા ઉદેપુર ૧૧, જુનાગઢ ૧૧, બોટાદ ૧૦, મહીસાગર ૧૦, સાબરકાંઠા ૯, તાપી ૯, ખેડા ૮, નર્મદા ૮, પોરબંદર ૮, વલસાડ ૭, અરવલ્લી ૬, આણંદ ૩, ડાંગ ૩ કેસો મળી કુલ ૧૩૧૦ કેસો મળ્યા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશન ૪, સુરત ૪, સુરત કોર્પોરેશન ૨, ગીર સોમનાથ ૧, જામનગર કોર્પોરેશન ૧, વડોદરા ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૪ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૦૩૬એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૮,૯૧૩ નાગરીકો સાજા થઈ ગયા છે. ૩૦૩૬ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૫,૭૯૬ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૨ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૫,૭૦૪ સ્ટેબલ છે. તદ્‌ઉપરાંત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે ૫,૫૪,૬૮૪ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૫૪,૨૦૫ લોકો હોમ ક્વોરન્ટાઈન છે. જ્યારે ૪૮૦ લોકોને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

Exit mobile version