કોરોના વાયરસનો ભય હજી ટળ્યો નથી, સતર્ક રહો : વડાપ્રધાન મોદી

 

(એજન્સી)                        નવી દિલ્હી, તા.ર૬

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના દર મહિનાના કાર્યક્રમ મન કી બાતના ૬૭મા સંબોધનમાં દેશવાસીઓ સાથે કોરોના વાયરસના વધી રહેલા ખતરા વિશે સાવચેત રહેવાની સાથે-સાથે તાકીદ પણ કરી હતી કે, કોરોનાનો ખતરો ભારતમાં હજુ ટળ્યો નથી. અનેક સ્થળો પર તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેઓએ કહ્યું કે, આપણે કોરોના સંક્રમણને લઈ તમામ તકેદારી રાખવી પડશે. તેમણે માસ્ક નહીં પહેરતા કે પહેરવાનું ટાળતાં લોકો માટે એમ કહ્યું કે, માસ્ક પહેરવામાં મુશ્કેલી પડતી હોય તો પીપીઈ કિટ પહેરીને સેવા કરનારા કોરોના વોરિયર્સને યાદ કરવા જોઈએ કે જેઓ કિટ પહેરીને કઈ રીતે ખડે પગે સેવાનું-માનવતાનું કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન દેશવાસીઓની સરાહના કરતા એમ પણ કહ્યું કે, જાગૃત લોકોના, પ્રયાસથી દેશમાં કોરોનાનો રિકવરી રેટ અન્ય દેશોથી સારો રહ્યો છે દેશમાં કોરોનાનો મૃત્યુ દર પણ ઘણો ઓછો છે. તેમણે દર મહિનાના છેલ્લાં રવિવારે દેશવાસીઓ સમક્ષ રજૂ થતાં મન કી બાત કાર્યક્રમને આગળ ધપાવતાં આજે ૬૭મી વખત રેડિયોના માધ્યમથી સંબોધન કર્યું ત્યારે આજે ઉજવાઈ રહેલા કારગિલ વિજય દિવસને યાદ કરીને શહીદ જવાનોને ભાવભીની શ્રદ્ધાજંલિ પણ આપી હતી. તેમણે કારગિલ યુદ્ધના ૨૧ વર્ષ પૂરા થવા અંગે આ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, આજે કારગિલ વિજય દિવસ છે. પાકિસ્તાને ભારત સાથે દગો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ જીત ભારતના સૈનિકોના જુસ્સાની થઈ હતી. વડાપ્રધાને કહ્યું કે, એ દિવસ સૌથી અનમોલ ક્ષણોમાંથી એક છે. સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાના વીરોને નમન કરી રહ્યા છે. હું તમામ દેશવાસીઓ તરફથી એ વીર માતાઓને નમન કરૂં છું, જેમણે આવા વીરનો જન્મ આપ્યો છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે, દેશમાં રિકવરી રેટ અન્ય દેશો કરતાં સારો છે અને કોરોનાનો મૃત્યુદર પણ  અન્ય દેશ કરતાં સારો રહ્યો છે. દેશે એકસાથે મળીને લડત આપી છે પણ તેનો ખતરો ટળ્યો નથી. અનેક જગ્યાઓએ તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હજુ પણ ઘાતક છે. સાવધાની રાખવી. દો ગજ કી દૂરી, સતત હાથ ધોવા, થૂંકવું નહીં, સાફ-સફાઈ રાખવી, માસ્ક પરહેવું વગેરે કોરોનાથી બચાવે છે. માસ્ક ઉતારવાનું મન થાય તો આવું ન કરો. કોરોના વોરિયર્સ અને આપણી વચ્ચે ન રહેલા લોકોને યાદ કરો તેઓ કઈ રીતે જીવે છે તે તમારી સાવધાની માટે છે. અસુવિધા ન રાખો અને ન કોઈને રાખવા દો. અભ્યાસ, નોકરી વગેરેમાં ગતિ લાવો અને તેને પણ નવી ઊંચાઈએ લઈ જાઓ. દેશમાં નવી ગતિ અને દિશા આવી છે. આપ સૌને માસ્ક પહેરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો હોય તો આપણે તે ડૉક્ટર, તે નર્સોને યાદ કરવા જોઈએ જે માસ્ક પહેરીને કલાકો સુધી સતત આપણા સૌના જીવનને બચાવવામાં પ્રયત્નશીલ રહે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks