કોરોના સામેની લડાઈમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ૪ કરોડ ૬૮ લાખ આપવાની કરી જાહેરાત

ઇંગ્લેન્ડ, તા.૮
કોરોના વાયરસથી સમગ્ર વિશ્વ પરેશાન છે ત્યારે આવા સમયે જરૂરિયાતમંદોને અને મેડિકલ સ્ટાફને મદદની તાતી જરૂર છે. દુનિયાના અલગ-અલગ ઓર્ગેનાઇઝેશન્સ આગળ આવીને મદદ કરી રહ્યાં છે ત્યારે ક્રિકેટ જગત પણ પાછળ નથી. ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડ ઈઝ્રમ્એ ૫ લાખ યુરો એટલે કે ૪ કરોડ ૬૮ લાખ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. આ માટે ઈઝ્રમ્ના પુરુષ અને મહિલા ટીમના ખેલાડીઓનો પગાર કાપવામાં આવશે. ૫ લાખ યુરોના ડોનેશન માટે પુરુષ ક્રિકેટ ટીમના ખેલાડીઓનો ૨૦% જેટલો પગાર કાપવામાં આવશે અને મહિલાઓ જેમનો પગાર પુરુષો કરતાં ઓછો હોય તેમને સ્વયંભૂ રીતે જોડાઈને પોતાનો પગાર આગામી ૩ મહિના એપ્રિલ, મે અને જૂનમાં કાપવાની રજુઆત કરી હતી.
કોવિડ-૧૯ સામેની આ લડાઈમાં પોતાનો પગાર કાપીને તેમાંથી દાન આપીને આ તમામ ખેલાડીઓ જોડાયા છે. આ માટે સૌથી પહેલા ઈઝ્રમ્ એટલે કે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સૌપ્રથમ આ પ્રસ્તાવ ખેલાડીઓના એસોસિએશન પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશનને મોકલ્યો હતો. જેમણે આ સારાં કામ માટે પોતાનું યોગદાન આપવા માટે આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. આ ચેરિટેબલ ડોનેશનમાં ચોક્કસ કેટલી રકમ જશે તે હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ ખેલાડીઓએ પોતાના ત્રણ મહિનાના પગારને કાપવાની રાજી ખુશીથી હા પાડી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks