કોહલી હાલ ભાડાના મકાનમાં રહે છે મુંબઈમાં એક મહિનાનું ભાડું ૧પ લાખ

મુંબઈ, તા. ૧૨
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્નિ અનુષ્કા શર્મા હાલમાં મકાન મળે ત્યાં સુધી મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. આના માટે વિરાટ કોહલીએ વર્લીની એક ઇમારતની ૪૦માં માળે મકાન ભાડા ઉપર લીધું છે. આ ફ્લેટનું ભાડુ મહિને ૧૫ લાખ રૂપિયા છે. અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૬માં વિરાટ કોહલીએ વર્લીના એક પ્રોજેક્ટ સ્કાય બંગલોમાં ૮૦૦૦ વર્ગફુટમાં ફ્લેટ બુક કરાવ્યો હતો જે હાલ નિર્માણ હેઠળ છે. આની કિંમત ૩૪ કરોડ રૂપિયાની આસપાસની છે. જાણકારી મુજબ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને આ ફ્લેટ ૨૦૧૯ સુધી મળી શકશે. આના માટે ૨૪ મહિના સુધી મકાન ભાડે લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફ્લેટ માટે ૨૪ મહિના માટે કરાર થયેલો છે. આના માટે વિરાટ કોહલી ૧.૫ કરોડ રૂપિયાની ડિપોઝિટ જમા કરી છે. ૨૬૭૫ વર્ગફુટમાં આ આવાસ છે જે એનિબેસેન્ટ રોડ વર્લી સ્થિત છે. ભાડાના આ ફ્લેટ માટે ૧૦૧૩૦૦ રૂપિયાની સ્ટેમ્ટ ડ્યુટી ભરવામાં આવી છે. વિરાટ કોહલીએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર આ ફ્લેટની બહારનો એક ફોટો મુક્યો છે અને લખ્યુ છે કે, જો આપના આવાસની બહાર આવો નજારો રહે તો તમે ક્યાં રહેશો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks