ખંભાતના દસ વર્ષના કિશોરનું અપહરણ કરી હત્યાનો પ્રયાસ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૯
આણંદ જિલ્લાનાં ખંભાત શહેરમાં રબારી વાસ પાસે ચુનારવાડમાં રહેતાં દસ વર્ષના કીશોરનું અપહરણ કરી મારમારી ઈજાઓ કરી હત્યાનો પ્રયાસ કરી બેભાન હાલતમાં કીશોરને મુકી ભાગી જતાં આ બનાવ અંગે ખંભાત સીટી પોલીસ મથકે અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી વીગતો અનુસાર ખંભાત શહેરમાં રબારીવાસ પાસે ચુનારવાડમાં રહેતાં શૈલેષભાઈ બુદ્ધીલાલ ચુનારાનો મોટો દીકરો પીયુષ ઉવ ૧૩ ગઈકાલે પોતાના મકાનના ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે નજીકમાં રહેતા લાલાભાઈ ઉર્ફે મચ્છો રાજુભાઈ ચુનારા પીયુષને બોલાવી પોતાની સાથે સ્કુટર પર બેસાડી બજારમાં ફરવા જવાના બહાને અપહરણ કરી લઈ ગયો હતો અને ખંભાતના નીર્જન વીસ્તારમાં લઈ જઈ પીયુષને પર અચાનક હુમલો કરી તેમજ પોતાની સાથે લાવેલી દોરીથી પીયુષના ગળામાં દોરી બાંધી ટુંપો આપી હત્યાનો પ્રયાસ કરતાં પીયુષ બેભાન થઈ ગયો હતો જેથી લાલાભાઈ ઉર્ફે મચ્છો પીયુષને ત્યાં છોડી ભાગી છુટયો હતો ત્યારબાદ પીયુષને ભાન આવતાં તે નજીકનાં ભરવાડના જોક વીસ્તારમા ગયો હતો અને જયાં તેેણે પોતાની સાથે થયેલ ઘટનાની હકીકત જણાવતાં ભરવાડ સખ્સે આ બાબતે પીયુષના દાદા બુદ્ધીલાલને જાણ કરતાં તેઓ ભરવાડની જોકમાં દોડી ગયાં હતાં અને અને તેને જોતાં તેને મોંઢાના ભાગે જડબામાં ઈજા થઈ હતી અને ગળાના ભાગે દોરીથી ટુંપો આપવાના કારણે તેની સ્વાસનળી રૂંધાતી હતી જેથી તેને ત્વરીત સારવાર માટે આ બાબતે શૈલેષભાઈ બુદ્ધીલાલ ચુનારાએ મોડી રાત્રે ખંભાત સીટી પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks