ખંભાતની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૧
ખંભાત શહેરમાં મહિલાનો કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં સેનેટાઈઝ કરી મહિલાના પરિવાર અને સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે મોકલી તમામને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
ખંભાતમાં મોતીવાલાની ખડકી આશાપુરી મંદિર પાસે અંલીગ વિસ્તારમાં રહેતા સરોજબેન મોતીલાલ પટવાર ગત જાન્યુઆરી માસમાં પોતાના વતન ઉત્તરપ્રદેશ ગયા હતા, તેઓ એક માસ રોકાઇને ફેબ્રુઆરી માસમાં ખંભાત પરત ફર્યા હતા. ગત ૪થી એપ્રિલે સરોજબેનની તબિયત લથડતાં તેઓને ખંભાતની સરકારી હોસ્પિટલમાં લઇ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કોરોના લક્ષણો જણતાં તેઓના સેમ્પલ લઇને તપાસ માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા, જેનો આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ ખંભાતની ટીમ મોતીવાલ દોડી ગઇ હતી. સમગ્ર વિસ્તારમાં કોર્ડ કરીને તેઓને ઘેર-ઘેર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, આણંદ જિલ્લામાં માત્ર ૫ દિવસમાં ૫ કેસ મળી આવ્યા છે, તે હવે લોકલ ચેપ થકી ગામડા તરફ આગળ ધપી રહ્યો છે. તેને લઇને વહીવટી તંત્ર સહિત જિલ્લાની જનતામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks