ખંભાળીયા, તા.૧૪
દ્વારકા જિલ્લામાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આદેશ મુજબ કોરોના સંદર્ભે દાખલ ના હોય કે હોસ્પિટલ ના આવેલ હોય તેવાઓના રેન્ડમલી ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં સામાન્ય તાવ, ઉધરસ, શરદી, ગળામાં દુઃખાવા જેવા રોગના અગિયાર દર્દીઓને રિપોર્ટ માટે લઈને તેમને કોરોના માટેના આઈસોલેશન વોર્ડમાં રખયા હતાં. જેમાં ખંભાળીયાના ધરમપુરની એક મહિલા સહિત અગિયાર પૈકી ચાર દર્દીઓ પ્લાયન થઈ જતાં તંત્રએ પોલીસને જાણ કરી હતી…!!
અફવાથી ભાગ્યા…!!
ખરેખર રિપોર્ટ કરાય છે તેમાં દર્દીને ર૪ કલાક જ હોસ્પિટલમાં રખાય છે તે પછી તેમનો રિપોર્ટ નેગેટીવ આવે તો ઘેર જવા દેવાય છે, પણ કોઈએ અફવા ફેલાવી કે ૧૪ દિવસ રાખવામાં આવશે તેને કારણે આ દર્દીઓ પલાયન થઈ ગયા હતાં.
જો કે, હાલ કોરોનાના રોગચાળાનો સમય છે ત્યારે ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં સમગ્ર જિલ્લામાંથી દર્દીઓ આવતા હોય તથા ડોક્ટરો તથા સ્ટાફ સાથે વારંવાર બોલાચાલી પણ થતી હોય, પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી છે.