ખરાબ રસ્તાઓને કારણે શારીરિક, માનસિક આર્થિક નુકસાન થતાં જૂનાગઢના રહીશ દ્વારા મનપા કમિ.ને નોટિસ : ૮પ હજાર વળતર ચૂકવવાની માંગ

 

જૂનાગઢ, તા.ર૯
જૂનાગઢ શહેરના વોર્ડ નં.૧૧માં રહેતા નાગરિક તુષાર પ્રવિણભાઈ સોજિત્રાએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ મહાનગરપાલિકાના કમિશનરને એક નોટિસ ફટકારી છે અને પોતાને જે ખરાબ રસ્તાઓને કારણે જે શારીરિક, માનસિક અને આર્થિક નુકસાન થયું છે તે પેટે રૂા.૮પ૦૦૦ વળતર ચૂકવવાની માગણી કરી છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે તેમાં મહાનગરપાલિકાના કમિશનર સામે જે ફરિયાદ વ્યકત કરવામાં આવી છે તેમાં તુષાર પ્રવિણભાઈ સોજિત્રાએ જણાવ્યું કે, મહાનગરપાલિકાના કમિશનરના નાતે આપ હોદો ધરાવો છે અને અમો પાસેથી જૂનાગઢના રહેવાસી હોવાના નાતે ટુ વ્હીલર વાહન ખરીદી વખતે ટેક્ષ પણ ભરપાઈ કરે છે તેમજ જુદા જુદા કરવેરા પણ ભરીએ છે અને અમો જૂનાગઢ મહાનગરપાલિકાના ગ્રાહકની વ્યાખ્યામાં આવીએ છીએ જેથી મહાનગરપાલિકા દ્વારા સારી ગુણવત્તાવાળા રસ્તા, સ્ટ્રીટ લાઈટ તેમજ પ્રાથમિક સુવિધા આપવા બંધાયેલ છે પરંતુ છેલ્લા ઘણા લાંબા સમયથી જૂનાગઢ શહેરના રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે અને આવા રસ્તા ઉપર નીકળવું એટલે મોતને પૈગામ દીધા બરાબર છે. ભારતના બંધારણના આર્ટિકલ ર૧ હેઠળ જીવન જીવવાનો અધિકાર અમને પણ છે જો જનતા આ અધિકારથી વંચિત રહે તો જવાબદાર અધિકારી સામે ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે તેમ છે અને કોર્ટના હુકમ મુજબ મહાનગરપાલિકા ગ્રાહક સુરક્ષા હેઠળ વળતર આપવા માટે પણ જવાબદાર બને છે તેમ જણાવી તુષાર સોજિત્રાએ જણાવેલ છે કે નિર્માણ પામેલ ખાડાવાળા રસ્તા ઉપર વાહન ચલાવવાના કારણે અમોને કમરનો સખ્ત દુઃખાવો થયો છે તેમજ માનસિક આઘાત પેટે રૂા.૧૦,૦૦૦, અસુવિધા અને સેવામાં ખામી બદલ રૂા.ર૦,૦૦૦, દુઃખાવાને કારણે થતા નુકસાન બદલ રૂા.પ૦,૦૦૦ અને નોટિસ આપવા માટે કાનૂની સલાહકારોની મદદ માટે રૂા.પ૦૦૦ મળી કુલ રૂા.૮પ૦૦૦ ૧પ દિવસમાં ચૂકવી આપવા નોટિસ ફટકારવામાં આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks