નવી દિલ્હી,તા.૨૦
ચર્ચામાં સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે ભાજપના રાજમાં ખેડૂતો ઘણા જ દુઃખી છે. તેમણે કહ્યું હતું કે અમેરિકા શરૂઆતમાં ઘણો ગરીબ દેશ હતો. તેણે ખેડૂતોને તક આપી અને તેમને નુકસાન થવા દીધું ન હતું. ભાજપની સરકારમાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. સરકારે બેરોજગારોને નોકરીઓ આપી નથી. ભાજપના શાસનમાં ભાજપના લોકો જ દુઃખી છે. ખેડૂતોને તક આપીને અમેરિકા આગળ પહોંચ્યું છે. તમારી સરકારમાં બેઠેલા લોકોને ખ્યાલ નથી કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શું કરી રહ્યા છે. ફળદ્રુપ જમીન હોવા છતાં અહીંના ખેડૂતો મુશ્કેલીમાં છે. ભારતનો ખેડૂત જેટલો મહેનતુ છે તેટલો કોઈ દેશનો ખેડૂત મહેનતુ નથી.
Facebook
0
Twitter
0