ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે આગેવાનોના પ્રયાસો મૂળી તાલુકાના ખેડૂતોના પાક વીમાનો હિસાબ અને પાક વીમો કોણ ચાંઉ કરી ગયું ?

વઢવાણ, તા.૩
મૂળી તાલુકાના પાક વીમા બાબતે રતનસિંહ ડોડિયા અને ખેડૂત એકતા મંચના સાગરભાઈ રબારી અને રાજુભાઈ કરપડા દ્વારા આંકડા બહાર લાવી સરકારને અને વીમા કંપનીને ભીંસમાં લીધી છે. મૂળી તાલુકાના ખેડૂતને ૬૮.૬૯% પાક વીમો સરકારી આંકડા મુજબ મળવાપાત્ર હતો અને વીમા કંપનીએ ફક્ત ૧૧% ચૂકવી ખેડૂતો અને મૂળી તાલુકાને હળહળતો અન્યાય કરેલ છે આ હિસાબ પ્રમાણે ખેડૂતોને એક હેક્ટર દીઠ રૂા.૫૫,૩૦૦/- મળવાપાત્ર હતાં તેમાં ફક્ત ૮૮૦૦/- વીમા કંપનીએ ખેડૂતોને ચૂકવેલ હતા અને ખેડૂતોને હાલ એક હેક્ટર દીઠ રૂા.૪૬,૦૦૦/- વીમા કંપનીએ ન ચૂકવી ખેડૂતોને અન્યાય કરેલ છે તેમાં સરકાર દ્વારા પણ વીમા કંપની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરેલ નથી ત્યારે આજે મૂળી તાલુકાના ખેડૂતોમાં પાક વીમા બાબતે જાગૃતિ લાવવા માટે ગામડાઓમાં ખેડૂત આગેવાનો રતનસિંહ ડોડિયા, ખેડૂત એકતા મંચના પ્રમુખ રાજુભાઈ કરપડા, સુરેન્દ્રનગર જિલ્લા કિશાન કોંગ્રેસ પ્રમુખ રામકુભાઈ કરપડા, મૂળી તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ જયસુખભાઈ દુધરેજિયાએ મૂળી તાલુકાના ગામોમાં જઈને મીટિંગનો દોર શરૂ કરેલ છે જેમાં ખેડૂતો પોતાના રીતે પાક વીમા બાબતે એ.વાય. ટી.વાય. લઈ હિસાબ કરી શકે તે ઉપર અને આગામી સમયમાં પાક વીમા કંપની સામે લડતના મંડાણ કઈ રીતે કરવામાં આવશે તેનું માર્ગદર્શન આપેલ હતું અને આવતા સમયમાં ગામેગામના પ્રવેશ દ્વાર ઉપર રાજકીય નેતાઓની પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવશે અને વીમા કંપની અને સરકાર સામે જલ્દકાર્યકર્મની વ્યૂહરચના ઘડવામાં આવી હતી. ખેડૂતોએ શપથ લીધા હતા કે, જ્યાં સુધી હક્કનો પાક વીમો નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખશે અને જરૂર પડ્યે ગાંધીનગર સુધી આ લડત લઈ જવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks