ગઠબંધનનું કહેવું છે કે હૌથીઓએ મદીનામાં ‘પ્રોફેટ્‌સ મસ્જિદ’ને વીજળી પૂરી પાડતા પાવર સ્ટેશનને નિશાન બનાવ્યું

મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ જણાવ્યું હતું કે આ હુમલાને કારણે એક ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયું હતું, પરંતુ સમગ્ર વીજ ગ્રીડ પર તેની કોઈ અસર થઈ ન હતી

 

(એજન્સી) રિયાધ, તા.૨
યમનમાં કાયદેસરની સરકારની પુનઃસ્થાપના માટે કાર્યરત ગઠબંધને જણાવ્યું હતું કે મંગળવારે સવારે યમનના હુથી વિદ્રોહીઓએ મદીનામાં આવેલા ‘તૈબા’ પાવર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન પર ડ્રોન હુમલો કર્યો હતો. ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલિકીએ કહ્યું કે તપાસમાં જાણવા મળ્યું છે કે હુથી મિલિશિયાએ આ “કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્ય”નું આયોજન કર્યું હતું અને તેને અંજામ આપ્યો હતો. સત્તાવાળાઓએ ઓપરેશનલ સમીક્ષા કરી હતી અને હુમલાના સ્ત્રોતને સાબિત કરવા માટે ડ્રોનના કાટમાળની તપાસ કરી હતી. અલ-માલિકીએ કહ્યું કે આ હુમલાને કારણે એક ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયું હતું, પરંતુ સમગ્ર વીજ ગ્રીડ પર તેની કોઈ અસર થઈ ન હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં “મદીનામાં પ્રોફેટ્‌સ મસ્જિદને વીજળીની સેવાઓ પૂરી પાડતી નાગરિક સુવિધા”ને નિશાન બનાવવામાં આવી હતી અને તે ‘બે પવિત્ર મસ્જિદો’ (હરમૈન શરીફૈન)ને નિશાન બનાવવાની મિલિશિયાની પદ્ધતિનો જ એક ભાગ હતો. તેમણે કહ્યું કે આ હુમલાઓ વિશ્વભરના લાખો મુસ્લિમોની લાગણીઓને ભડકાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ પણ છે. હુથીઓએ મક્કા પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો છે; ગયા મહિને તેમણે આ પવિત્ર શહેર તરફ એક ડ્રોન છોડ્યું હતું જેને વચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું હતું. અલ-માલિકીએ કહ્યું કે ગઠબંધન મિલિશિયાને રોકવા અને બે પવિત્ર મસ્જિદો તથા ત્યાં આવતા મુલાકાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાનું ચાલુ રાખશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks