ગાંધીનગરની ગીફટ સિટીમાં આગ લાગતા એડમિન ઓફિસ ખાખ

અમદાવાદ,તા.પ
ગિફટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેકનોલોજી)ની આઈએફએસસી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓફિસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં એડમિન ઓફિસ આખી આગની ઝડપમાં આવી ગઈ છે. આ આગને કાબુમાં લેવા માટે બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. જો કે આગ એક કલાકથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં આગ કાબુમાં ના આવતા ગાંધીનગર ફાયર ટીમે અમદાવાદથી ફાયર ફાઈટર મંગાવ્યા છે આથી અમદાવાદથી ફાયર બ્રિગેડના બે વાહનો અને ૮ કર્મીચારીઓને મોકલવામાં આવ્યા છે આ આગને પગલે ગિફટ સિટી અને તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે ગિફટ સિટીનો પ્રોજેકટ વર્ષ ર૦૦૭માં શરૂ થયો હતો તેની પાછળનો ઉદ્દેશ ભારત માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ફાઈનાન્સ અને આઈટી ઝોન બનાવવાનો હતો જે ભારતને જ નહીં પણ સંપૂર્ણ વિશ્વને સેવા પ્રદાન કરે. ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ સ્ટોક એકસચેન્જ આવેલુ છે. આ એકસચેન્જ ગિફટ સિટીમાં આઈએફએસસી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટરનો ભાગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks