ગાંધીનગર-અડાલજ બ્રિજ નીચેથી મળી આવી વડોદરા શહેરમાં ૬ વર્ષ પહેલા ગુમ થયેલ બાળાનું માતા-પિતા સાથે અશ્રુભીની આંખે મિલન

 

ગુમ થઈ ત્યારે બાળા ૭ વર્ષની હતી અત્યારે ૧૩ વર્ષની છે

વડોદરા, તા.૨૦
વડોદરા શહેરમાંથી ૬ વર્ષ પહેલા ૨૦૧૪માં ગુમ થયેલી બાળકીનું વડોદરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. ગુમ થઈ ત્યારે બાળકીની ઉંમર ૭ વર્ષની હતી હાલ બાળકીની ઉંમર ૧૩ વર્ષની છે. જેથી બાળકીને ઓળખવી મુશ્કેલ હતી. જો કે, માતા-પિતાએ બાળકીને ઓળખી બતાવી હતી. બાળકીનું કાઉન્સેલિંગ કર્યા બાદ પોલીસ તેના માતા-પિતાને સોંપશે. ૧૮ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ૭ વર્ષની બાળકીની ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. ૧૭ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ સવારે ૬ વાગ્યાની આસપાસ બાળકી કુદરતી હાજતે ગઈ હતી ત્યારબાદ ગુમ થઈ ગઈ હતી. પોલીસે ફરિયાદ નોંધીને બાળકીની શોધખોળ શરૂ કરી હતી. વડોદરા શહેર પોલીસની મિસિંગ સેલ દ્વારા પણ ગુમ થયેલી ૭ વર્ષની બાળકીની શોધખોળ કરી હતી. પરંતુ જો કે, લાંબી તપાસ બાદ પણ બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રાજ્યના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાએ ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યમાં ગુમ થયેલા સગીર બાળકોને શોધી કાઢવા માટેની સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જે.પી. રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલા, પીએસઆઈ કે.વી. ડીંડોર સહિતના સ્ટાફે ૬ વર્ષ પહેલા ગુમ થયેલી ૭ વર્ષની બાળકીની શોધખોળ ફરી શરૂ કરી હતી. ૬ વર્ષ ૮ મહિના પહેલા ગુ મથયેલી બાળકી અંગે જે.પી. રોડ પોલીસને હ્યુમન ઈન્ટેલિજન્સ માધ્યમથી માહિતી મળી હતી. બાળકી ગાંધીનગર પાસે અડાલજ બ્રિજ નીચે રહેતી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જો કે, પોલીસ માટે એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ હતું કે, ગાંધીનગરના અડાલજ બ્રિજ નીચે રહેતી બાળકી એ જ છે જે ૭ વર્ષ પહેલા વડોદરાથી ગુમ થઈ હતી. પરંતુ માતા-પિતાએ પોતાની બાળકીને ઓળખી બતાવી હતી. આમ પોલીસે ૬ વર્ષ બાદ બાળકીનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks