ગાઝાના આરોગ્ય મંત્રાલયે વિસ્થાપિત થયેલા પેલેસ્ટીનીઓમાંમેનિન્જાઇટિસ અને હેપેટાઇટિસ જેવા રોગો ફાટી નીકળવાની જાણ કરી

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, મેનિન્જાઇટિસ, હેપેટાઇટિસ રોગના કેસો ગટરના ઓવરફ્લો અને સ્વચ્છ પાણીના અભાવને કારણે નોંધાયા છે

(એજન્સી) ગાઝા, તા.ર૭
ગાઝાના આરોગ્ય મંત્રાલયે ગઈકાલે ગાઝા પટ્ટીમાં વિસ્થાપિત પેલેસ્ટીનીઓમાં મેનિન્જાઇટિસ અને હેપેટાઇટિસના ફાટી નીકળવાની જાણ કરી હતી. મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતુ કે, શરણાર્થી શિબિરોમાં ગટરના પાણીના ઓવરફ્લો અને સ્વચ્છ પાણીના અભાવને કારણે મેનિન્જાઇટિસ અને હેપેટાઇટિસ રોગના ઘણા કેસ નોંધાયા છે. તેમણે ‘આનાથી ખાસ કરીને બાળકોમાં આરોગ્ય વિનાશ થવાની’ ચેતવણી આપીહતી. મંત્રાલયે યુએન એજન્સીઓ અને માનવતાવાદી સંસ્થાઓને આરોગ્ય સંકટને ઘટાડવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે. ૭ ઑક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસ દ્વારા થયેલા હુમલા પછી ઇઝરાયેલે ગાઝા પટ્ટી પર ઘાતકી આક્રમણ કરવાનુ શરૂ કર્યું હતુ, જેમાં લગભગ ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા. ત્યારથી હમણાં સુધી ૩૪,૨૦૦થી વધુ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે અને અન્ય ૭૭,૨૦૦ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલ દ્વારા લાદવામાં આવેલા ચુસ્ત ઘેરાબંધીએ સમગ્ર વસ્તી, ખાસ કરીને ઉત્તર ગાઝાના રહેવાસીઓને ભૂખમરાની ધાર પર છોડી દીધા છે. છ મહિનાથી વધુ સમયથી ચાલી રહાલા ઇઝરાયેલી યુદ્ધમા, ગાઝાનો વિશાળ હિસ્સો ખંડેર હાલમાં પડ્યો છે, યુએન અહેવાલ અનુસાર, ખોરાક, સ્વચ્છ પાણી અને દવાઓના વેચાણમાં કરેલ નાકાબંધી વચ્ચે એન્ક્‌લેવની ૮૫% વસ્તીને આંતરિક વિસ્થાપનમાં ધકેલવામાં આવી હતી. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ઈઝરાયેલ પર નરસંહારનો આરોપ છે. જાન્યુઆરીમાં વચગાળાના ચુકાદાએ તેલ અવીવને નરસંહારના કૃત્યો રોકવા અને ગાઝામાં નાગરિકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવે તેની ખાતરી આપવા માટે પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts